________________
અગડદત્ત રાસા
173
જાગિઉ તિર્સિ ચોર વિકરાલ, કાઢી કંકલોડ કરવાલ; કીલ મજુરતણો સંહાર, કુમર ભણી મૂક્યો પ્રહારિ. વેલું ઢગલો દીઠો જામ, તસ્કર મનિ શંકણઉ તામ;
સહી એ કોઈ પુરુષ પ્રધાન, મુઝ ઉપહિરો વીર નિધાન”. ઉચ્યાંઈ ચોર ચિહુ દિસિં જર્સિ, તરુ-તલિં દીઠો તે તસિ; ધાઓ ચોર ગ્રહી કરવાલ, અગડદત્ત નાઠઉ તતકાલ. ચોર કુમારની પૂઠિ થઓ, ઘણી ભૂમિ લગિ નાઠઉ ગલ; કુમર વેદેસી ન લહઈ સાર, ચોર તીહ ભુઈ લહિં વિચાર. આગિલિ બહુ પહાણમય સિલા, કરિ ઉભો માણસ જેહવા; કુમર પાઈ પઈઠો તેહ માહિ, રહિઓ થંભ પુઠિ કરિ સાહિ. ચોરઈ જાણિઓ એ નર-અંગ, તેણિ હણીઓ ખડગ નિસંક; કંકલોહ કરવાલ પ્રચંડ, ઘાઇ થંભ હરિઉ શતખંડ. પાછો વલઇઉ કરી અહંકાર, મૂક્યું પૂકિં કુમરિ પ્રહાર; લાગિ ખડગ પગે ખડહડિઓ, ચોર વિખંડ થઈનઈ પડિયો. કહિ કુમર હર્ષિત હુંઉ હિયઈ, “મૂરખ! થાય એમ વાહીય'; ચોર ભણઈ “કુલ કહિ સાહરિ, જિમ સુખ-મરણ હુઈ માહરિ.” કહિં કુમર “મુઝ ખત્રી જાતિ', ચોર કહઈ “તું સાંભલિ વાત; “દીસઈ સઈ સન્મુખ પર્વત એહ, તિહાં પીંપલ-તલિ છઈ મુઝ ગેહ. ૯૦ માહર ખ હાથિ તૂ ગ્રહી, તાલી ત્રણ દેજે તિહાં જઈ; ગુફામાંહિ બિપિનિ મુઝ વસઈ, સિલા ઉઘાડી બાહિરિ આવસઈ. તીણઈ પ્રતિજ્ઞા કીધી એહ, “બંધવ મારઈ પરણીસ તેહ''; ચોર ભૂજંગમ માહરું નામ, તેહ ગુફા મુઝ વસવા ઠામ.
બારિ.”
૧. પાઠા, પેખિઈ જસઈ. ૨. ચડીયાતો. ૩. શોધે છે. ૪. પાઠા સવા. પ. પકડીને. ૬. પાઠાનવ. ૭. પ્રહાર. ૮. પાઠાદસિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org