________________
172
યોગી કુમર પ્રતિ ́ ઇમ ભણઇ, ‘હવિ મુઝ મિલિ દલદ્ર કિમ રહિ?; દેઇસ આજ કનકની કોડિ.’ કુમર પયંપઇ બે કર જોડિ.
‘તું મુઝ માત તાત હૂં નાથ, તેં સાહિબ તૂં ગુરુ જગનાથ; સહી ભાગ્ય જાગ્યું મારું, જઓ દરસણ પામિઉ તાહરો.’ રાતિ પુહુર વઉલી જેતલઇ, યોગી સજ્જ થયો તેતલઇ; યોગીતણો વેશ પરિહરી, પિહરી ચર્મતણી બગતરી.
ખાત્ર ખણવા લીયાં હથીયાર, હાથે કંકલોહ કરવાલ; કુમર ખડગ નિજ સાથŪ કરી, બેઠુ પઇઠા ચંપાપુરી. મંત્ર ભણી ઝબકી વીજડી, તાંલાં ત્રૂટિ પોલિ ઉઘડી; ‘ક્ષમારિગિ મંત્ર જ ગણતું જાઇ, જાગતાં નર નીદ્રા થાઇ.
ફરઇ નિશંક નગરમાં સહી, મંત્ર-સક્તિ કો દેખઇ નહી; સાગરસેઠ હાટ હેરીઓ, બઇસી તીહાં ખાત્ર તિણિ દિઓ. પેઇ દશ આભરણહતણી, કાઢી ઋધ્ધિ વલી તે ઘણી; લેઇ એકાંત ઢગલો કીઓ, તસ્કર કુમર પ્રતિ બોલીઓ. ‘ચ્યારિ મજૂર જઇનઇ તેડિ, જિમ ધન નાખો વેડિ; ધન સઘલો લેઇ માંચઇ ભરો, ચિહ્ ॰ખંધે લેઇ સંચરો’. બાહિરિ ગાઉ આવ્યા જસÛ, ચોર તેહ પ્રતિ બોલઇ તસŪ; ‘રાતિ ઘણી થાકઇ છઇ સહી, તિહાં વિશ્રામ કરો ઇહાં ૧૧સહી’.
ચ્યારિ મજુર અનઇ તે ચોર, નીદ્ર નીસંક કરઇ તે ઘોર; કપટ નીંદ્રઇ ૧૨સ્તો કુમાર, નાણઇ તિહાં વીસાસ લગાર.
આપ ઠાર્મિ વેલુ આકાર કરી, ઉઢાડિઓ વસ્ત્ર ઉપરી; આપણ ખડગ ગ્રહીનઇ વહિઓ, અલગો વૃક્ષ મૂäિ જઇ રહ્યો.
કુશલલાભજી કૃત
Jain Education International
For Personal & Private Use Only
૭૧
૭૨
૭૩
૭૪
૭૫
૭૬
66
७८
26
८०
૧. પસાર થઈ. ૨. બખતર. ૩. પાઠા૦ ઠબકી. ૪. દરવાજો. ૫. માર્ગમાં. ૬. પેટી. ૭. પાઠા અનંતી. ૮. વગડામાં. ૯. ચામડાથી મઢેલી પેટી. ૧૦. પાઠા॰ કાંધે દેઈ. ૧૧. પાઠા રહી. ૧૨. પાઠા પઉઢીઉ. ૧૩. રેતી.
૮૧
www.jainelibrary.org