________________
અંગડદત્ત રાસ
169
મયણમંજરી ઈમ "ચંતવઈ, “કિમ હુઈ પ્રિય માહરુ હિવિ?'; તઉ કુસુમ દડો ગૂંથઈ ત્રેવડો, કુંમર ભણી તિણિ નાંખ્યો દડો. પેખિ અગડદત્ત ચિંતેહ, કુસુમ દડઓ કિણિ નાંખો એહ?' મયણમંજરી પેખી જામ, રૂપવંત ચિત ચમક્યો તા. જાણું એક અમરસુંદરી, કઈ અપછર “રાજસુંદરી?'; દેખી રુપ અસંખ અપાર, કામ બાણ વેધિઉ કુમાર. કુમરીતણિ ચિત્ત અતિ પ્રીત, હાવભાવ કરિ રંજિલ ચિત્ત; દિન પ્રતિ પાન-ફૂલ-તંબોલ, નાંખઈ ભાખઈ મીઠા બોલ. નયર કટાક્ષ પ્રકાસઈ નેત્ર, અગડદત્તનું વેધિક ચિત; તઉ તે લાજ કરિ ગુરૂતણી, ન કરઈ પ્રીત પ્રગટ આપણી. એક દિવસ પુંડરિબિ વારિ, શ્રમ કરી થાકુ કુમર જે વાર; વૃક્ષતણી છાયા પુઢીલ, ઉપરિ સ્વછ વસ્ત્ર ઉઢીલ. તેણઈ સમઈ મયણમંજરી, વૃક્ષ ડાર્લિ વલગી ઉતરી; આવી કુમર સમીપઈ જિસઈ, જાગિઉ કુમર બોલાવઈ તસઇ. નારિ કહિ “પ્રીતમ! અવધારિ, મુઝ લેઈ પરદેશ પધારિ; આપ તણો કહ્યો વિરતંત, હિવિ હુઉં પ્રિય! તૂ મૂઝ કંત.” કહઈ કુમર તવ મૂકી લાજ, હું આવ્યો ભણવાનાં કાજ; જાણઈ ગુરુ ત િમાનઈ વિરું, એક વાત હવડાં અનહી કરું. કહિ નારિ “દિવિ છંડૂ પ્રાણ, કહિ મુઝ વચન કરો પરમાણ'; નિબિડ નેહ દેખી તતણો, દીધો બોલબંધ આપણો.
૧. પાઠા, વીનવઈ. ૨. પાઠાવાતેય. ૩. પાઠા, પુષ્પ. ૪. પાઠા, ચિંતઈ. ૫. પાઠારાજકુંવરી. ૬. પાઠા, અસંભમ. ૭. પાઠી બાંધીયો. ૮. પાઠામનઈ. ૯. પાઠા. બિહુ પરિવાર. ૧૦. પાઠા. સ્વ. ૧૧. ખરાબ. ૧૨. પાઠામત. ૧૩. પાઠા. સુપ્રમાણ. ૧૪. ગાઢ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org