________________
168
કુશલલાભજી કૃત
૩૧
સાચી મીત્ર માહરિ તેહ, સમાચાર તેહનો કોઈ; તેહ સુણી બાલક ગહવરી, દુખ ભરિ નયણે આસું ઝરઈ. “સ્વામિ! તે હિ મારુ તાત’, વયરીતણી કહી સવિ વાત; “માંઈ મોકલ્યો ભણવાં ભણી, હિવે હું સેવ કરિશું તુમ્મતણી.” તે તેડી ગુરુ સાથિ થઉં, વિવહારિયાતણાં ઘરિ ગયો; એ છઈ ઉત્તમ કુલનો બાલ, ભોજન વસ્ત્ર કરો સંભાલ.” સેઠિ કહિ “અમ૩ પુત્ર જ થ્યારિ, વલિ તેમાહિ પંચમઉ વિચારિ; ભોજન વસ્ત્ર સુખઈ દિસંઈ, જિહાં લગઈ કુમર ઈહાંકણિ હસઈ. ભણઈ ગુણઈ આલસ નવિ કરી, સુણઈ અર્થ તે હીયડઈ ધરિ; થોડા દિવસમાહિ તિણિ ભણી, કલા બહુત્તરિ સોહામણી. એક દિન સોમદત્ત ઈમ ભણઈ, બહુ બાલિક ઈહાં રમત કરિ; તે ઘર પુઠિ વાડી એકાંત, તિહાં બાંસીનઈ ભણો નીશ્ચત.” ધનુષ અભ્યસઈ વાહિ બાણ, સિખઈ આયુધકલા સુજાણ; દોર બાંધીનઈ કુંડિ હણઈ, એવી કલા હાર્થિ તસતસઈ. છત્રીસ આયુધ ચાલવઈ રંગ, રાગ છત્રીસ કંઠિ આલવિ; એણિ અવસરિ વાડિનઈ પાસ, સાગરસેઠતણો આવાસ. સાહમિ ગોખિ સેઠ કુંઅરી, તેહનો નામ મયણમંજરી; રુપ અધીક અતિ સુંદર દેહ, ભરયૌવનવય આવિ તેહ. કંત ગયો સાગર વ્યાપાર, બાર વરસ પૂરાહ્યો તેહ જ સાર; જાણઈ પિતા રખે મુઝ બાલ, પુરુષ પ્રસંગ ચડઈ મનિ આલિ. તિણિ કારિણિ રાખિ આવાસિક આવઈ જાઈ ધાવિ તસ પાસ; તે ગુખિં બઈઠી સુંદરી, પેખઉ કુમર પ્રીતિ મન ધરિ.
૩૮
૧. ગંભીર થયો, પાઠા, ગહઈવરઈ. ૨. પાઠા, પુખ. ૩. પાઠાભરિ. ૪. પાઠા, ઊચરઈ. ૫. પાઠાટ નિરતેહ. ૬. પાઠાકુંયરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org