________________
અગડદત્ત રાસ
167
મનિ ધારણીતણઈ દુખ ઘણલ, પાલઈ જેઠ પુત્ર આપણો; આઠ વરસનો થઉ કુમાર, શાલઈ મૂક્યો તિરિવારિ. પરદેશીઇ વાત તે સુણી, જઈ વારઈ નેશાલિ ધણી; તેહનો કારણ અધિકઉ ગણઈ, માનનીક તે રાજાતણિ. જેણી નેશાલિ મૂકઈ જેહ, જઈ પરદેસી વારઈ તેહ; એહ ભણાવિ વયરી સોઇ, નિર્ધન નરનઈ આદર ન હોઈ. નેસાઈ ન ભણાવઈ કોઈ, અનુક્રમિ મૂરખ હુઉ સોઈ; ભોજન કરવા બદસઈ જામ, માતા દુખ ભરિ રોઈ તામ. પૂછઈ કુમર “કહઉ કુણ વાત?, ભોજન વેલા રોલ માત!'; ‘તુઝ પિતા વયરી ઈણિવારિ, વહિ વાજતઈ ઘરિ બારિ. તાહરા પિતાતણી ઋદ્ધિ ભવઈ, તુજ જીવતાં એ ભોગવઈ; તું બાલિકા નઈ વીદ્યાહીણ, તેણઈ દુખઈ હું રોઉં દીન.” માતા ભણવાની પરે કાંઈ, દેસિ વિદેસિ જિહાં કણિ જાય; પુત્રતણો અતિ આગ્રહ જાણિ, માતા બોલ્વેિ મધુરિ વાણિ. ચંપાપુરી પ્રોહીતનો પુત્ર, તાહરા પિતાતણો તે મિત્ર; સોમદત્ત બંભણ તિહાં વસઇ, સુખિ ઘણાં શાસ્ત્ર-અભ્યસઈ. તેણિ ગામિ ઘણા દિન રહિલ, તાહરા પિતા પ્રતિ ઈમ કહિઓ; “જઉ તુઝ પુત્ર વિચખ્યણ હુઈ, સહી ભણાવીસ નિશ્ચઇ સોઈ.” માતાનિ ‘શિખ કરી ચાલિઉં, અનુકમિ ચંપાપુરિ આવી; સોમદત્ત ઘરિ પૂછી કરી, તુ જઈ પ્રણમ્યુ આણંદ ધરી. પૂછઈ કુણ તું? કુણ તુઝ નામ?,' “શ્રીવસંતપુર વસવા ઠામ'; સોમદત્ત આસું ભરિ કહિ, “સૂરસેન જિણિ થાનકિ રહિ.
૨૬
૨૭
૧. પાઠાપાલિઉ. ૨. પાઠા, વાજાનઈ. ૩. પાઠા ફવઈ. ૪. પાઠામુઝ. ૫. પાઠાઠ ભણું જિહ. ૬. પુરોહિત, પાઠા, પુષિતુ. ૭. પાઠામુખઈ. ૮. પાઠાઠ મોકલાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org