________________
164
સુમતિમુનિ કૃત
૧૨૯
હવઈ મઝ આંગણિ સુરતરુ ફલિઉં, દક્ષણશંખ જિસિઉ ગુરુ મિલિઉ”; દ્રઢચિત્તઈ સમકિત ઊચરઈ, સામાયિક વ્રત સૂધાં ધરઈ.
૧૨૭ પોષધશાલાં નિતુ સાંચરઈ, રાજતણી ચિંત પરિહરઈ; માઈ ભણઈ “વત્સ! કરઉ વિલાસ, મૂઢ ન કીજઈ પરભવિ આસ. ૧૨૮
આઈ! પામી રધ્ધિ અનંતીવાર, ધન-યૌવન છઈ ચપલ અપાર; પંચ મહાવ્રત હું આદરઉં, દિઉં અનુમતિ તકે સંયમ વરઉં.” માય મનાવી કુમર સંચરઇ, સગુરુ પાસિ જઈ સંયમ વરઇ; મનિ જાણી સંસાર અસાર, હરખિઈ લીધઉ સંયમ ભાર. ૧૩૦ તપ તપઈ ક્રિયા આદરઈ, પોઢાં પાંચ મહાવ્રત ધરઈ; પંચ સમિતિ પાલિઈ યતી, પ્રમાદ નિદ્રા નાણઈ રતી.
૧૩૧ જે મુનિ પાલઈ પંચાચાર, દોષ રહિત જે લિઇ આહાર; ઈણિ પરિચારિત્ર પાલઈ જેહ, આઠ કરમનું આગઈ છે. ૧૩૨ ક્ષમાખડગ તે હીયડઈ ધરઇ, મોહતણા દલ તે વસિ કરઈ; મુનિવર અગદત્તકુમાર, શુક્લધ્યાનિ ગયુ મુગતિ મઝારિ. સારદનામ હીયડઈ ધરી, ચઉપઇબંધ રાસ જે કરી; અધિકઉં ઓછઉં કહિઉ હુઈ જેહ, ભવીયણ જણ સાંસઈજો તેહ. ૧૩૪ શ્રી ચંદ્રગછ સૂરીસર રાય, શ્રી સોમવિમલસૂરિ પ્રણમઉં પાય; એ ગુરુ મહિમા મેરુ સમાન, તાં ચિર નંદલ ગયણે ભાણ. સંવત સોલયક કાર્તિક માસિ, સુમતિ ભણઈ કરિઉ ઉલ્હાસિ; શુકલ ઈગ્યારસિ આદિત્ય વારિ, એ ભણતા હુઈ હરખ અપાર. ૧૩૬ અગડદત મુનિતણઉ ચરિત્ર, ભણતાં ગણતાં હુઈ પવિત્ર; પંડિત હર્ષદત સીસ ઈમ કહઈ, ભણઈ ગુણઈ તે સવિ સુખ લહઈ. ૧૩૭
૧૩૩
૧૩૫
૧. પ્રોઢ = મોટા દૃઢ. ૨. પાઠાઆવાગમનનઉ. ૩. પાઠાસુગતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org