________________
160
સુમતિમુનિ કૃતા
૮૭
८८
૮૯
20
૯૧
વિનયવંત જાણી અપાર, કુમર દયાતણ ભંડાર; આવિ ન મઝ સાથિ હવઈ એ. મારગિ ચાલઈ તે કપાલી, વલિઉં ચિત દેખી સ્ત્રી બાલી; ફૂડ કરીએ લેઅસી એ. ચાલતા એક ગોકુલ આવઈ, કાપડી કહઈ “આંહા રૂડૂ ભાવઈ'; સાથ સહુ મિલી તિહા રહિલ એ. કરઈ ભગતિ કપાલી જેહ, વિષ ઘાલી દહીં આણિઉં તે; જિમી સાથ સૂતઉ રહિ એ. કુમરિઈ દીઠી “અસંજમ વાત, વિષ દેઇનઈ હણિક સંઘાત; એ હણવા મઝ આવસિઈ એ. કુમર હણવા આવઈ કઠોર, કઈ કાપડી હું દુર્જન ચોર'; ઝૂઝ કરી કુમરિઈ હણી એ. હણી ચોરનઈ પાછઉ વલીઉં, આપણઉ સાથ સવિ મારગિ મિલીઉ; કુમર-સેન સાથિઈ મિલિઉ એ. હરખિઈ વાત કહી વિચારી, મદનસુંદરી લેઈ આવિ નારી; વાટાં વૃતાંત સવે કહઈ એ. સંખપુરી નગરી ભણી આવઈ, કુમર લેખ દઈ દૂત પઠાવઈ; વધામણી રાયનઈ કહઈ એ. હરખિયાં માય-બાપ બે જામ, હરખિલં કુટંબ સહુ તે તામ; કરઉં “સજાઈ સાહામહઈતણી એ. અવિઉ કુમર વાત સો જાણી, આવઈ રાજા ઉલટ આણી; પઇકલ-રથ-ઘોડા ગુડીયા એ.
૯૨
૯૩
८४
૯૫
૧. પાઠાટલિક. ૨. પાઠાઅસંભમ. ૩. યુદ્ધ. ૪. મોકલે છે. ૫. સાજ-સજ્જા = સજાવટ. ૬. સામૈયાની. ૭. સજ્જ કરેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org