________________
156
સુમતિમુનિ કૃત
૫૫
ચઉપઈઃ
હણી ચોરનઈ કીધઉં કામ, ગુફાતણઉ દેખાડઉ ઠામ; ખેચરી તે ઉત્પતીનઈ ગઈ, નિરમાખિી મધ થયુ તા સહી. રાય કુતિગ દીઠઉ જેહ, મેલી લોક ધન આપિ તે; હરખ્યા લોક હાયડઈ અતિ ઘણ૩, જોઉ પ્રાક્રમ કુમારહતણઉ. આપઈ રાજા હયવર ઘણા, બીજી રધ્ધિ નહી તે મણા; દિઈ રાજા કન્યાનું દાન, વલી વશેષિઈ લાધઉ માન. તેડિયા જોસી જે જગિ જાણ, આપિઉ લગન મોટાં મંડાણિ; પંડિત મિલી લગન આપીઉં, રાય લગન નિશ્ચય થાપીઉં. કીજઈ કુંકમ કેરા રોલ, દીજઈ ઝાઝા બહુ તંબોલ; વાગાં તબલ નઈ નીસાણ, રાયતણાં ઘરિ હુઈ અછરાણ. માંડલ માહવ મોટાં રંગિ, સુરનર જોવા આવઈ જંગ; રાજા કરઈ રૂડઉં તે કામ, “સુપરિસિઉ જિમાડઈ ગામ. સગા-સણીજા તેહનઈ સહુ, આદર કી જઈ તેહનઈ બહુ; આણી પ્રીસઈ ફલહલિગલી, મૂકી સાકર દૂધઈ ભલી. ખાજા-લાડૂ-૧૧ખરમાંસેવ, પ્રીસઈ સાલિ-દાલિ-વૃત અહેવ; કપૂર વાસિત કરંબા તે ઘણા, આપઈ બીડાં પાનહતણાં. સાજન સવે ભગતિ સવિ કરી, સિણગારુ કનકસુંદરી; પહિર નવનવ પરિ સિણગાર, કંઠિ એકાઉલિ નવસર હાર. વર સિણગારૂમ લાઉ વાર, અણઉ તેજી ભલા તોખાર; મસ્તક ઝૂંપ સોઈ મણિ જડિઉં, ચાલઈ કુંવર ગયવરિ ચડિઉ.
૬૪
૧. ઉડીને. ૨. કૌતુક. ૩. મુહુર્ત. ૪. છાટણાં. ૫. નૃત્ય. ૬. મહોત્સવ. ૭. જંગી-ઘણાં. ૮. સુપેરે. ૯. સ્વજન. ૧૦. ઉલ્લાસભેર. ૧૧. ખુરમાસેવએક જાતની મિઠાઈ. ૧૨. ભાત. ૧૩. દાળ. ૧૪. ચોક્કસ. ૧૫. અખાર ઘોડા. ૧૬. પાઘડીએ બાંધવામાં આવતું આભૂષણ=કલગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org