________________
પીઠબંધ - અગડદત્ત કથા - અનુસંધાન
(૩) શ્રી જિનચંદ્રસૂરિજી કૃત ‘સંવેગરંગશાલા’ (૨.સં. ૧૧૨૫)ની ૭૦મી કથા રૂપે ગાથા ૭૨૯૯થી ૭૩૪૯માં આ કથાનક ગુંથાયેલું છે. અગડદત્ત વિષયક આ પ્રથમ પદ્યરચના છે.
2
(૪) ઉત્તરાધ્યયન સૂત્રની શ્રી નેમિચંદ્રસૂરિજી (મુનિ અવસ્થા દેવેન્દ્ર સાધુ) કૃત ‘સુખબોધાવૃત્તિ’ (૨.સં. ૧૧૨૯)માં ચોથા અધ્યયનની છઠ્ઠી ગાથાની વૃત્તિમાં આ કથા વર્ણવાઈ છે. જે પ્રાકૃત ભાષામાં ૩૨૯ આર્યામાં છે. આ પછીના દરેક ગ્રંથકારો શ્રી નેમિચંદ્રસૂરિજીને અનુસર્યા છે. જે અગડદત્ત કથાનો દ્વિતીય પ્રવાહ છે. બન્ને પ્રવાહમાં જે કથાભેદ છે તે આગળ ‘કથા સર્વેક્ષણમાં' જણાવાશે.
(૫) રાજગચ્છીય શ્રી વિનયચંદ્રસૂરિજી કૃત ‘મુનિસુવ્રતસ્વામી ચરિત્ર મહાકાવ્ય’ (૨. વિ.ની ૧૩મી સદીનો પૂર્વાર્ધ)ના ‘મોહસ્ત્રેદ’ નામક ૯ મા દ્વારમાં આ કથાનક છે. જે સંસ્કૃતભાષામાં ૨૪૭ શ્લોકબદ્ધ છે.
(૬) મલધારી શ્રી નરચંદ્રસૂરિજી (સ્વર્ગવાસ પ્રાયઃ ૧૨૮૯) કૃત ‘કથારત્નસાગર' (૨.વિ.ની ૧૩મી સદી)ના ૧૫મા તરંગ સ્વરૂપે આ કથા મળે છે. જે સંસ્કૃતભાષામાં ૫૦૫ શ્લોક પ્રમાણ છે. જેમાં અંતે એક પુષ્પિતાગ્રા વૃત્ત અને ત્રણ શાર્દૂલવિક્રીડિત વૃત્ત છે.
(૭) અજ્ઞાત કર્તૃક ‘પ્રવ્રજ્યાવિધાનકુલક’ની શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ વૃત્તિ (ર.સં. ૧૩૩૮) રચી છે, તેની મૂળની ૨૫મી ગાથાની વૃત્તિમાં આ કથાનક છે. જે સંસ્કૃતભાષામાં ૨૪૫ શ્લોક અને ૧ શાર્દૂલવિક્રીડિત છંદોબદ્ધ છે.
(૮) શ્રી જયકીર્તિસૂરિજી કૃત ‘શીલોપદેશમાલાની શ્રી સોમતિલકસૂરિજી (અપરનામ વિદ્યાતિલકસૂરિજી) વિરચિત ‘શીલતરંગિણી વૃત્તિ' (૨.સં. ૧૩૯૨)માં મૂળની ૮૬મી ગાથાની વૃત્તિમાં આ કથા સંસ્કૃતભાષામાં ૧૯૮ શ્લોક અને ૧ ઈન્દ્રવજ્રા છંદોમાં ગુંથાયેલી છે.
(૯) ઉત્તરાધ્યયનસૂત્રની શ્રી ભાવવિજયજી કૃત વૃત્તિ (૨.સં. ૧૬૮૯)માં ચતુર્થ અધ્યયનની છઠ્ઠી ગાથાની વૃત્તિમાં સંસ્કૃતભાષામાં ૩૩૩ શ્લોક અને ૧ માલભારિણી (છંદોનુશાસન) છંદોબદ્ધ આ કથા છે.
(૧૦)ઉત્તરાધ્યયનસૂત્રની શ્રી લક્ષ્મીવલ્લભગણિ કૃત ‘દીપિકા ટીકા’ (૨. ૧૮મી સદી)માં ચતુર્થ અધ્યયનની છઠ્ઠી ગાથાની ટીકામાં સંસ્કૃત ગદ્યમાં આ કથાનક બન્ને પ્રવાહો મુજબ બે વાર આપેલા છે. (૧) ઉત્તરાધ્યયનની બૃહવૃત્તિનો પ્રવાહ અને (૨) કથાગ્રંથનો પ્રવાહ. આ કથાગ્રંથ કયો? જો કે મલધારી નરચંદ્રસૂરિજી કૃત કથારત્નસાગરમાં પણ આ પ્રમાણે જ વર્ણન છે. શક્ય છે કે કથારત્નસાગર લક્ષ્મીવલ્લભગણિએ ઉલ્લેખિત કરેલ કથાગ્રંથ હોય.
૧. વસન્તમાલિકા, ઔપછાન્દસિક (વૃત્તરત્નાકર), સુબોધિતા (જયકીર્તિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org