________________
શ્રી અગડદત્ત રાસમાલા
જ પૂ. જિનવિજયજીએ “પ્રાકૃતકથાસંગ્રહ'નું સંપાદન (સં. ૧૯૭૬, પ્રકા. ગુજરાત પુરાતત્વ મંદિર) કર્યું છે. તેમાની અગડદત્ત કથા ઉત્તરાની નેમિચંદ્રસૂરિજીની વૃત્તિમાંથી લીધેલી છે. જ પૂ. હર્ષ વિજયજીએ “અગડદત્તચરિત્રનું સ્વતંત્ર ગ્રંથ તરીકે સંપાદન કર્યું છે. (સં. ૧૯૯૭, પ્રકા. શ્રી વિનય-ભક્તિ-સુંદર-ચરણ ગ્રંથમાલા) વાસ્તવમાં આ ચરિત્ર ઉત્તરાની ભાવવિજયજીની વૃત્તિમાંથી લીધેલું છે. (૧૧) “અગડદત્ત પુરાણ' નામે અજ્ઞાતકર્તક દિગંબર કૃતિ હોવાનું જાણવા મળે છે. તેમાં સંભવતઃ આ જ અગડદત્ત કથાનક વર્ણવાયું હોય તેમ માની શકાય. જ આ ઉપરાંત ગોપાલગણિમહત્તરના શિષ્ય જિનદાસગણિમહત્તર કૃત ઉત્તરાધ્યયન ચૂર્ણિ (૪/૬ માં ખૂબ ટૂંકાણમાં= મુદ્રિત પ્રતમાં માત્ર ૪ પંક્તિમાં) તથા આવશ્યક ચૂર્ણિ (૮/૧૬૦ માં માત્ર નામોલ્લેખ) માં અતિ અલ્પ ઉલ્લેખ હોવાથી તેની અહીં ગણતરી કરી નથી.
અગડદત્ત કથા ગુર્જરભાષાના રાસો-ચોપાઈઓમાં પણ ગુંથાયેલ છે. જે સમગ્ર સાહિત્ય અદ્યાવધિ અપ્રગટ હતું. તેમાંથી ક્ષેમકલશજી કૃત રાસ સિવાયની સમસ્ત કૃતિઓનું અહીં પ્રથમવાર પ્રકાશન થઈ રહ્યું છે.
ગુર્જર ભાષામાં ગુંફિત રાસો-ચોપાઈઓ કર્તા | રચના સંવત
આદિપદ | ૧) | ભીમ (શ્રાવક) | ૧૫૮૪ | પ્રથમ પ્રણમું શારદા ૨) | સુમતિમુનિ
૧૬૦૧
આદિ જિસેસર પ્રણમી પાયો | ૩) [ કુશલલાભ વાચક | ૧૬૨૫ | પાસ જિસેસર પય નમી. ( ૪) [ શ્રીસુંદરજી ૧૬૩૬/૬૬ | પરમ પુરુષ પરમેષ્ટિ જિન |
૧. આની હસ્તપ્રત (૧) બીકાનેર મહારાજાની લાયબ્રેરી અને (૨) ડેલાવાળા ઉપાશ્રય (અમદાવાદ) ભંડારમાં છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાની અગડદત્ત ચરિત્રની આ સિવાયની બધી જ કૃતિઓ પ્રકાશિત છે. २. जहा अगलुदत्तो दक्खत्तणेण फेडेति डेवेति वा जाव मुहं विडंबितं ताव सराण पूरियं। ૩. જે.ગુ.ક.માં ક્રમાંક- ૬ અને ૧૦ આ બે કૃતિનો ઉલ્લેખ નથી. તથા આ ૧૨ કૃતિ ઉપરાંત તપાગચ્છીય માનવિજયજી (વિજય હીરસૂરિજી > વિજય દાનસૂરિજી > વિજય દેવસૂરિજી > વિજય પ્રભસૂરિજી > વિજય રત્નસૂરિજીના શિષ્ય) કૃત અગડદત્તરાસ (૨. સં. ૧૭૩૧) ની અપૂર્ણ પ્રત (લે. સં. ૧૮૯૨) બી. એલ. ઈન્સ્ટિટયુટ દીલ્લીથી પ્રાપ્ત થઈ છે. તેમાંનું અગડદત્ત ચરિત્ર પ્રસ્તુત ચરિત્રો કરતા મહઅંશે જુદુ પડે છે તથા ૫૪ પત્રની આ પ્રતના શરૂઆતના ૧૯ પત્રો તથા વચ્ચેના અમુક પત્રો પ્રાપ્ત થયા નથી. આથી એ કૃતિનું અહીં પ્રકાશન કર્યું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org