________________
નાણી પદબંધ છે ૧ % અગsed કથા – અનુસંધાન
જિનશાસનનું સમગ્ર શ્રુત ચાર અનુયોગમાં વહેંચાયેલું છે. દ્રવ્યાનુયોગ તેમાં જીવાદિ છ દ્રવ્યનું સ્વરૂપ વર્ણન હોય છે. ગણિતાનુયોગ તેમાં પલ્યોપમ-સાગરોપમાદિ સમય પરિમાણ, યોજનાદિ ક્ષેત્ર પરિમાણ તેમ જ ખગોળ-ભૂગોળનું વિસ્તૃત વર્ણન હોય છે. ચરણ-wણાનુયોગ તેમાં સન્ક્રિયા=શ્રાવક અને સાધુના વ્રતો-નિયમો રૂપ આચારધર્મનું સ્વરૂપ તેમ જ તેનો મહિમા વર્ણવેલો હોય છે. ધર્મકથાનુયોગ તેમાં આચારપાલન પ્રતિ શ્રદ્ધા અને ઉત્સાહ પ્રગટે એવા આચારપાલનના ફલને દર્શાવનારા દ્રશ્ચંતો તેમ જ સપુરુષોના જીવન ચરિત્રોનું વર્ણન આવે છે.
આ ચારેય અનુયોગમાંથી અંતિમ ઉપાદેય ચરણકરણાનુયોગ છે. ચરણકરણનો ઉપદેશ અને ફળ સરળતાથી સમજાઈ જાય એ માટે ધર્મકથાનુયોગ અત્યંત ઉપકારક છે. કથાનુયોગ એક એવી નદી છે જેને કાંઠે બેસીને ધર્મોપદેશરૂપ શીતલ વારિનું સેવન નિરાંતે કરી શકાય.
અહીં “અગડદત્તકથા’ સ્વરૂપે એ કથાનુયોગની નદીનું એક બિંદુ પ્રસ્તુત છે. અગડદત્ત કથા જૈન પરંપરાની પ્રાચીન અને પ્રસિદ્ધ કથા છે. પ્રાપ્ત સંદર્ભો મુજબ આ કથાના મૂળ વસુદેવહિંડીમાં વિક્રમની છઠ્ઠી સદીમાં રોપાયેલા જણાય છે. આ કથાના બે પ્રવાહો મળે છે. (૧) વસુદેવહિંડીનો અને (૨) ઉત્તરાધ્યયનની નેમિચંદ્રસૂરિજી કૃત સુખબોધા વૃત્તિનો. જ અગડદત્ત-ચરિત્ર જે ગ્રંથોમાં અવાંતર કથા તરીકે પ્રાપ્ત થાય છે તે રચના સંવત પ્રમાણે નીચે મુજબ છે (૧) વસુદેવહિંડી (કર્તા-સંઘદાસગણિજી, રચના વિ. છઠ્ઠી સદી)ના ધમ્મિલહિંડી વિભાગમાં ગદ્યબદ્ધ પ્રાકૃત ભાષામાં આ કથા છે. જે અગડદત્તમુનિ ધમિલને પોતાની આત્મકથા સ્વરૂપે કહે છે. કથાના પ્રથમ પ્રવાહમાં પરવર્તી ગ્રંથકારોએ વસુદેવહિંડીને મુખ્ય બનાવીને આ કથા સંસ્કૃત-પ્રાકૃતમારુગુર્જરમાં રજૂ કરી છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્રની વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી (સ્વર્ગવાસ-વિ.સં. ૧૦૯૬) કૃત બૃહદ્ (પાઈય) ટીકા (રચના વિ. ૧૧મીનો ઉત્તરાર્ધ)માં પ્રમાદ-અપ્રમાદ નામક ચતુર્થ અધ્યયનની છઠ્ઠી ગાથાની ટીકામાં ગદ્યસ્વરૂપે મળે છે. તેની ભાષા પ્રાકૃત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org