________________
148
અગડદત્ત કથા
રાજપુત્ર! પાપ તો કોનાથી નથી થતા? પાપ કર્યા વિના આ સંસારમાં રહેવું શક્ય જ ક્યાં છે?” પણ પ્રભુ! હું તો મહાપાપી છું. હત્યારો છું, કામાંધ છું, આસક્તિનો કીડો છું.” અગડદત્ત પોતાના જીવનને ફીટકારી રહ્યો.
શાંત થા વત્સ! તને જો તારા પાપોનો પશ્ચાત્તાપ પ્રગટ્યો જ છે. તો હવે પાપોને સમુળગા નાશ કરવાનો ઉદ્યમ કર.”
હું તો એ જ આપની પાસે માંગવા તૈયાર થયો છું. હવે સ્વાર્થભર્યા આ સંસારમાં મારાથી એક ક્ષણ પણ રહી શકાય તેમ નથી.'
“આપ મારા જેવા અધમ પર કૃપા કરો, આ પાંચની સાથે હું છઠ્ઠો, મને પણ ભવનિતારીણી દિક્ષા આપો. કૃપા કરો પ્રભુ! કૃપા કરો.”
મુનિએ પણ અગડદત્તના ઉછળતા ભાવો જોઈને દિક્ષા માટે અનુમતિ આપી. વનમાં અનેક વૃક્ષો, પશુ પક્ષીઓની સાક્ષીએ છએ પુન્યાત્માઓને મુનિએ દિક્ષા આપી. રાજકુમાર અગડદત્ત હવે મુનિ અગડદત્ત બન્યા.
સંયમ જીવનના સ્વીકાર પછી ગુરુનિશ્રાએ અગડદત્ત મુનિએ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ વગેરેનો સાંગોપાંગ અભ્યાસ કર્યો.
અષ્ટ પ્રવચનમાતાના પાલનમાં અગડદત્ત મુનિ સતત ઉપયોગવંત છે, તો બેતાલીસ દોષ રહિત શુદ્ધ આહારની ગવેષણામાં ઉદ્યત રહે છે. વૈયાવચ્ચ એમનો પ્રાણ છે તો સ્વાધ્યાય એમનો શ્વાસ છે. પોતાના આત્મા પર લાગેલા પાપોનો સર્વથા નાશ એ જ એમના જીવનનું ધ્યેય બની ચૂક્યું છે.
સંયમ જીવનની એક એક ક્રિયા અપ્રમત્તપણે અને ઉછળતા બહુમાનથી કરી રહ્યા છે. તેમના માટે હવે કંચન કે કંકર, તૃણ કે મણિ, શત્રુ કે મિત્ર, વંદક કે નિંદક બધુ જ સમાન થઈ ગયું છે. અરે! એમણે તો “વિવા ’ (=અપેક્ષા જ દુઃખ છે) એ સૂત્ર આત્મસાત્ કરી લીધું છે. અગડદત્ત મુનિ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમાદિ દ્રવ્યતા અને ઈચ્છાનિરોધ રૂપ શ્રેષ્ઠ ભાવતપથી કર્મોના ગંજના ગંજ ખાખ કરવા લાગ્યા.
દિવસે-દિવસે સવેગની વૃદ્ધિ કરતા કરતા અંતે અનશન કરી સ્વર્ગે સીધાવ્યા. કાલક્રમે અગડદત્તમુનિ અનેક ભવ્યજીવોને બોધ પમાડી એકાંતિક અને આત્યંતિક શાશ્વત સુખ સંપ્રાપ્ત કરશે....
Y8
THE
/
જ
આ
જ
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org