________________
શ્રી અગડદત્ત રાસમાલા.
147
‘દેવ-દાનવ-માનવ બધાને વશ કરનાર પણ સ્ત્રીને વશ નથી કરી શકતો, મનુષ્યની ક્યાં વાત કરવી? દેવોને પણ નખના અગ્ર ભાગથી નચાવી શકવાનું સામર્થ્ય એનામાં છે. સ્ત્રી તો નામથી અબલા' કહેવાય છે. હકીકતમાં એના જેવી સબલા બીજુ કોઈ નહી હોય'.
“આ કામિની તો કેવી? જ્યારે અનુરાગી હોય ત્યારે શેરડી ને સાકર જેવી મીઠી લાગે, પણ જેવી વિરક્ત થઈ પછી તો કડવી લીંબોળી પણ તેની સામે મીઠી લાગે.”
ભાગ્યનો પાર પામવામાં અચ્છા અચ્છા ખેરખાંઓ જેમ નાસીપાસ થયા છે. તેમ નારીના સામર્થ્યનો તાગ પામવામાં ય અચ્છા અચ્છા પરાક્રમી પુરુષો થાપ ખાઈ ગયા છે.”
‘તલવાર થાંભલાને કાપી નાંખવામાં સફળ બનતી હશે. પણ રૂને કાપવાની બાબતમાં તો એને જેમ હાર જ સ્વીકારવી પડતી હોય છે. તેમ યુદ્ધના મેદાનમાં શત્રુદળના સૈનિકોના મસ્તક ઉડાડી દેવામાં શુરવીર પુરુષને કદાચ સફળતા મળતી હશે. પણ, સ્ત્રીના હાવભાવ, કટાક્ષ અને પ્રેમાલાપ સામે અચ્છા અચ્છા મર્દોની મૂછ નીચી થઈને જ રહે છે.”
અગડદત્તના મનમાં વિચારોની એક દીર્ધ પરંપરા ચાલી, મુનિ ભગવંતે પુન્યવા! શેના વિચારમાં ખોવાઈ ગયા?' કહ્યું ત્યારે ઝબકીને જાગ્યો અને મુનિ ભગવંતને બે હાથ જોડી ગદ્ કંઠે કહ્યું.
હે મુનિવર! આપે જે કથની કહી એ મારી જ છે. આ પાંચેયના ભાઈનો હત્યારો હું જ છું.” આટલું બોલતા તો અગડદર રડી પડ્યો.
ડુસકા ખાતા ખાતા બોલ્યો.
સ્ત્રીમાં પાગલ બનનારો મૂરખ હું જ છું. મેં આખી જિંદગી આવી કુલટા સ્ત્રીના સંગે ખોઈ નાખી ભગવન્!'..
અગડદત્તના નયનોએ પશ્ચાતાપની નદી વહેવડાવી. કેવો દુર્લભ મનુષ્યભવ મને મળ્યો તો? તુચ્છ અને ક્ષણિક ભોગસુખમાં લપટાઈને હાથમાં આવેલું રત્ન મેં ખોયું...”
આ પાપીને, ભોગ સુખના કીડાને નરકમાં સ્થાન નહીં મળે.”
અગડદત્ત રડતો જાય છે ને હૃદયને ખાલી કરતો જાય છે. “અનુકૂળ પરીવાર, અનુકૂળ શરીર બધી જ અનુકૂળ સામગ્રીઓ મને મળી છતાં ય મેં આ માનવભવ મોજ-મઝામાં વેડફી નાખ્યો.”
પ્રશમરસના સાગર સમા મુનિએ અગડદત્તને મસ્તકે હાથ ફેરવી અગડદત્તને આશ્વાસિત કરતા મધુર વચનો કહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org