________________
144
અગડદત્ત કથા
થોડીવારે રાજકુમાર આવ્યો અને પત્નીને દેવલમાં પ્રકાશ બાબત પૂછ્યું. તો તે સ્ત્રીએ “તમારા હાથમાં રહેલા અગ્નિનો જ સામી ભીતે પડેલો પ્રકાશ હશે.” એવું સાવ ખોટું કારણ જણાવી દીધું. અતિ રાગાંધ રાજકુમારે તે વાત સાચી પણ માની લીધી.
ત્યાર પછી તલવાર પત્નીના હાથમાં આપીને રાજકુમાર અગ્નિ પેટાવવા નીચે નમ્યો. ત્યારે લાગ જોઈ સ્ત્રીએ પ્રહાર કરવા તલવાર જેવી ઉગામી કે ચોરના વિચાર બદલાયા.... “ખરેખર! આ સ્ત્રી કેવી નિષ્ફર? પોતાની પાછળ મરવા તૈયાર થનાર પતિને પણ મારવા તૈયાર થઈ છે? મારામાં રાગી થઈને આજે પતિને મારે છે. કાલે બીજા કોઈમાં રાગી બનશે તો મને પણ મારી નાખશે. આવી રાક્ષસી મારે ન જોઈએ!... અને આ બિચારો રાજકુમાર!... આવી કુલટા સ્ત્રીના સંગને કારણે આમેય મરેલો જ છે. મરેલાને શું મારવો? મારે આવી રીતે સ્ત્રીના હાથે આને મરવા દેવો ન જોઈએ?'
આવું વિચારીને ચોરે તરત જ એ પાપિણીના હાથને જોરથી ધક્કો મારી તલવાર પાડી દીધી. તલવાર પડતા જ કુમારે પત્નીને આક્રોશથી પૂછ્યું. ત્યારે પેલીએ ફરીથી કપટ કર્યું. “એ તો તલવારનું વજન પણ ઘણું હતું અને ઠંડીના કારણે મારા હાથ પણ ધ્રુજતા હતા એથી પડી ગઈ.” આવું બનાવટી કારણ આપીને તેને સમજાવી દીધો.
WOICIC
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org