________________
શ્રી અગડદા રાસમાલા
143
આ જોઈ પાંચેય ભાઈઓ એ વિચાર્યું “સારુ થયુ, આપણને કાંઈ જ કરવું નહીં પડે.” “સાપ મરી પણ જશે અને લાકડી પણ નહીં તૂટે.”
રાજકુમાર ચિતા ખડકી તેની પત્નીને તેના પર સુવાડી પોતે પણ તેના પર બેસી આગ દેવા જાય છે. ત્યાં જ તેના પુન્યયોગે કોઈ વિદ્યાધર આવી ચડ્યો અને તેણે રાજકુમારને મરતો અટકાવ્યો. મંત્રિત પાણી છાંટી તેની પત્નીને પણ નિર્વિષ કરી દીધી. પાંચેય ચોરો આ જોઈને ડઘાઈ જ ગયા.
“આ શું થઈ ગયુ? હાથમાં આવેલી બાજી પર પાણી ફરી વળ્યું.”
રાજકુમાર પોતાની પત્નીને લઈ એક જીર્ણ મંદિરમાં ગયો. પત્નીને ત્યાં રાખી પોતે અગ્નિ લેવા ગયો. પાંચેય ચોરોએ ત્યાં જ યોજના બનાવી. નાના ભાઈને મંદિરમાં અંદર ખૂણામાં દરવાજા પાછળ છુપાવી દીધો. અને બાકીના ચાર મંદિરની બહાર થોડે દૂર ઊભા રહ્યા.
મંદિરમાં છુપાયેલા ચોરને વિચાર આવ્યો. “રાજકુમારીનું રૂપ કેવું હશેલાવને જરા જોઉં.”
આવો વિચાર કરી દીપદાનીમાં છુપાવી રાખેલો દીવો બહાર કાઢ્યો. તેના પ્રકાશમાં રાજકુમારીનું અદ્ભુત રૂપ જોઈ ચોર તો મુગ્ધ બની જ ગયો પણ આ તો ગજબ થઈ ગયું.
રાજકુમારની પત્ની પણ ચોરના રૂપમાં મોટાઈ ગઈ, નિર્લજજ બનીને. રાજકુમારીએ માંગણી પણ મૂકી દીધી.
હે નવયુવાન! જુએ છે શું? મારા દેહને કામ પડે છે. એ પીડા શમાવવા તારું યૌવન જ સમર્થ છે. હું તને વરવા ઉત્સુક બની છું.”
આ સાંભળી ચોર તો આભો બની ગયો. થોડીવાર વિચાર કરી બોલ્યો.
“હે રૂપસુંદરી! તારી વાત સાચી પણ જરા વિચાર!... પછી શું?.... તારો પતિ તો મને જીવતો નહીં છોડે.”
“હા.... હ... એ જીવતો હશે તો ને?” પેલી સ્ત્રી હસીને બોલી “એટલે! શું તું તારા પતિને મારીશ?”
હા, જો તું મારી સાથે સંબંધ બાંધવા તૈયાર છે તો હું તેને મારવા પણ તૈયાર છું.” ચોર પણ પેલીના રૂપમાં મોહાયો જ હતો. અવસર જોઈને તેણે પણ પ્રસ્તાવ મૂકી દીધો.
“તારા પતિનો કાંટો નીકળી જાય, તો તો કામ થઈ જાય!” રાજકુમારને આવતો જોઈને ચોર દરવાજા પાછળ છુપાઈ ગયો. અને “હવે શું થાય છે?” એ જોવા લાગ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org