________________
142
અગડદત્ત કથા
ત્યારે રાજકુમારે કપટ કર્યું, પોતાની પત્નીને શણગાર સજાવી રથની આગળ બેસાડી. તેના પર જેવુ ધરણીધરનું ધ્યાન ખેંચાયું કે તરત જ રાજકુમારે તેના મર્મસ્થાન પર બાણ મારી દીધું.”
આ રીતે કપટથી મારવાનો વૃત્તાંત વગેરે બધુ જ સાંભળી અગડદા ચમક્યો. “આ તો મારી જ વાત કરતા લાગે છે. ખેર! જે બન્યું તે પણ હમણાં કાંઈ જ બોલવું નથી.” મુનિએ તો વાત આગળ વધારી. રાજકુમાર આ રીતે ધરણીધરને મારી આગળ નીકળી ગયો.
નજીકના ગામોમાં ધાડ પાડવા ગયેલા તેના પાંચભાઈઓ પાછા આવ્યા ત્યારે પોતાના માણસો પાસેથી મોટાભાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા ને દોડતા-દોડતા મોટાભાઈની પાસે આવ્યા પરંતુ તે તો ક્યારના ય મૃત્યુ પામી ચૂક્યા હતા પાંચે ય ભાઈઓએ ખૂબ વિલાપ કર્યો.
અશ્રુભર્યા હૈયે મોટાભાઈનો અગ્નિસંસ્કાર કર્યો. અને પોતાના ભાઈના હત્યારાને મારવાનો સંકલ્પ કર્યો.
પાંચે ય ભાઈઓ રથના ચીલે-ચીલે રાજકુમારને મારવા નીકળ્યા. છેક અટવી પાર કરી ગયા પણ રાજકુમાર હાથમાં ન આવ્યો એટલે ત્યાં લોકોને કોઈ રાજપુત્ર આ માર્ગે ગયો છે?' એવી પૂછપરછ કરી જાણકારી મેળવી લીધી અને તે રાજકુમારને મારવા તેની નગરીમાં પહોંચ્યા.
તેઓ છુપાવેશે નગરીમાં ફરતા. જ્યારે પણ અવસર મળે ત્યારે વેર વાળી લેવા તૈયાર જ હતા પણ તેની સાથે સૈન્ય વગેરે પરિવાર હોવાથી ઘણો સમય વીતવા છતા કોઈ અવસર જ ન મળ્યો.
એક દિવસ રાજાએ વસંતોત્સવની ઘોષણા કરાવી, પાંચેયને લાગ્યું. “આ અવસર શ્રેષ્ઠ છે. આખો રાજપરિવાર ઉદ્યાનમાં ક્રીડા કરવા આવશે કોઈ પણ સ્થાને રાજકુમાર એકલો દેખાય એટલે તરત જ મારી નાખવો”. આવી યોજના બનાવી, તે પાંચેય છુપાવેશે કુમારની આસપાસ ફરવા લાગ્યા. આખો દિવસ વિતવા છતાં કોઈ લાગ ન મળ્યો. સાંજે રાજકુમારે પરિવારને “પોતે પછી આવી જશે” એમ કહી વિદાય કર્યો. આ જોઈ પાંચેય હરખાયા.
“હાશ! હવે બચ્ચો હાથમાં આવ્યો.”
રાજકુમારને મારવાની જવાબદારી સૌથી નાનાભાઈએ લીધી. બરોબર યોજના ગોઠવાઈ ત્યાં જ તેની પત્નીને સાપ ડસ્યો, સાપ ખૂબ ઝેરી હોવાથી તેની પત્ની ક્ષણવારમાં તો નિશ્ચેતન થઈ ગઈ. તેના વિરહમાં રાજકુમારે ખૂબ વિલાપ કર્યો અને તેના પરના અતિરાગને કારણે તેની સાથે બળી મરવા તૈયાર થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org