________________
શ્રી અગડદા રાસમાલા
141.
“મુનિવર! આવું અદ્ભુત રૂપ અને આવી યુવાન વય હોવા છતાં ય આ પાંચ-પાંચ આત્માઓ કેમ સંસાર છોડવા તૈયાર થયા છે?”
આ પાંચેય યુવાનો કોણ છે? શું હું એના વેરાગ્યનું કારણ જાણી શકું?” અગડદતે મનમાં ઉઠેલા બધા પ્રશ્નો એક સાથે પૂછી લીધા. પુન્યવાનું! તું જરૂર જાણી શકે. ‘તો ભગવામારા પર કૃપા કરો. અનુગ્રહ કરો! મને એ જાણવાની ઈચ્છા છે.”
ધ્યાન દઈને સાંભળ’ કહી મુનિએ પાંચેય મુમુક્ષુની કથા માંડી.
એક ગહન અને ભયંકર અટવીમાં ચમરી નામની ચોરોની પલ્લી હતી. તે ચોરોનો ધરણીધર નામનો પલ્લીપતિ હતો. તેના સિંહ સમા પરાક્રમી અને શુરવીર પાંચ ભાઈઓ હતા. જંગલમાંથી પસાર થતાં અનેક સાર્થોને લુંટી પોતાનું જીવન ગુજારતા હતા.
એક દિવસ કોઈ રાજકુમાર સૈન્ય સહિત આ માર્ગે પસાર થઈ રહ્યો હતો. ભીલોએ પોતાના પદ્ધીપતિ ધરણીધરને વધામણી આપી.
“સ્વામી! આજે તો મોટો દલ્લો હાથ લાગશે. કોઈ રાજપુત્રે થોડે દૂર જ પોતાની છાવણી નાખી છે.”
બહાદૂરો! આપણે રાત્રે જ છાપો મારીએ તો કેમ રહેશે?” “હા... હા... એમ જ કરીએ.” બધાએ પોતાના સ્વામીની વાત વધાવી.
બરોબર મધ્યરાતે ભીલોએ હમલો કર્યો. રાજસૈનિકો પણ બલવાન અને યુદ્ધકુશળ નીકળ્યા. યુદ્ધ બહુ ચાલ્યું. અંતે નવી વ્યુહ રચના ગોઠવીને ભીલોએ ફરીવાર બમણા જોરથી આક્રમણ કર્યું. રાજસૈન્ય ત્રસ્ત થઈ નાસવા લાગ્યું ત્યારે પરિસ્થિતિને પામીને રાજકુમાર રથમાં બેસી યુદ્ધ કરવા આવ્યો. આ રાજપુત્ર ક્ષત્રિયકુળનો નબીરો હતો. યુદ્ધમાં અતિપ્રવીણ અને શ્રેષ્ઠ ધનુર્ધારી હતો. તેણે એકલપંડે આખાય ભીલસૈન્યને હંફાવી દીધું. અનરાધાર વરસતા મેઘની જેમ તેણે બાણો વર્ષાવ્યા, પળવારમાં તો બાજી પલટાઈ ગઈ. ભીલસૈન્યમાં હાહાકાર મચી ગયો, બધા જ રણ છોડી ભાગી ગયા. પોતાના સૈન્યની અવદશા ધરણીધરથી સહન ન થઈ. તે યુદ્ધ કરવા આવ્યો. ધરણીધર પણ પોતાની ધનુર્વિદ્યા અને પોતાના બાહુબળ પર મુસ્તાક હતો. તેણે રાજકુમારની સન્મુખ આવી પોતાની શસ્ત્રકળાનો પરિચય આપવો શરૂ કર્યો. બન્ને સરખા હતા કોઈની જિત કે હાર થતી નહોતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org