________________
140
આવી તો અનેક પ્રાર્થનાઓ ગદ્ગદ્ કંઠે કરીને તેણે ખૂબ હળવાશની અનુભૂતિ કરી. અગડદત્ત થોડીવારે જિનાલયમાંથી બહાર આવ્યો.
અને સામું જોયું તો કોઈ મુનિવર દેશના આપતા હતા!
‘અરે! આજે તો મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. ખરેખર! મારા ભાગ્યના દ્વાર તો આજે ખૂલી જ ગયા છે. પરમ શાંતિદાયક પ્રભુના દર્શન થયા તો ભવોદધિતારક મુનિના પણ દર્શન થયા.’
અગડદત્ત કથા
અગડદત્ત ભાવપૂર્ણ હૃદયે મુનિની નજીક પહોંચ્યો. આ મુનિ સાહસતિ નામના ચારણ શ્રમણ હતા. તેમની વૈરાગ્યસભર દેશના ચાલી રહી હતી. અગડદત્ત પણ વંદન કરી દેશના સાંભળવા બેઠો. મુનિએ દેશનામાં જબરદસ્ત વૈરાગ્યરસ પીરસ્યો. દેશના પૂરી થતાં દેશના સાંભળવા બેઠેલા પાંચ યુવાનોએ વિનંતી કરી.
‘હે ક્ષમાશ્રમણ! આ સંસારથી અમે પાંચેય વિરક્ત થયા છીએ. અમારા પર કૃપા કરો, અમને તારો, ભવોદધિતારિણી દિક્ષા આપો.’
GENNNAKKALAN ZEENAN
Jain Education International
ભર યુવાન વયે સંસારનો ત્યાગ કરવાનું સામર્થ્ય ધરાવતાં પાંચેયને જોઈ અગડદત્તના આશ્ચર્યનો પાર ન રહ્યો.
For Personal & Private Use Only
www.jainelibrary.org