________________
શ્રી અગડત્ત રાસમાલા
‘હમણા મારે એક કામ તો કરવું જ જોઈએ. ઘોડાને છોડી કૂદકો મારી વૃક્ષની ડાળ પકડી લેવી
જોઈએ.’
139
આવો વિચાર કરી અગડદત્તે લગામ મૂકી કૂદવાની તૈયારી કરી પણ આશ્ચર્ય સર્જાયુ. લગામ છોડતાની સાથે જ ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો.
હવે અગડદત્તને સમજાયું. ‘ખરેખર! આ ઘોડો વક્રશિક્ષિત જ છે. મારે એની શિક્ષા પહેલા જાણી. પછી સવારી કરવી જોઈએ. મારી આ એક ભૂલથી બન્ને દુઃખી થયા.’
પણ, હવે તો પસ્તાવાનો કોઈ મતલબ નહોતો પોતે નગરથી એટલો દૂર અને અગમ્ય સ્થળે પહોંચી ચૂક્યો હતો કે ત્યાંથી પાછા ફરી નગર સુધી પહોંચવુ જાણકાર વિના તો શક્ય જ લાગતું ન હતું.
ઘોડા પરથી નીચે ઉતરી ઘોડાને પલાણમુક્ત કર્યો. અને પોતે નજીકમાં ‘કોઈ સરોવર મળી જાય તો તરસ છીપાવી શકાય.’ એમ વિચારી સરોવરની તપાસ કરવા નીકળ્યો.
વનમાં ફરતાં ફરતાં એણે એક ઊત્તુંગ શિખરીય જિનાલય જોયું દૂરથી પણ એ ખૂબ જ રમણીય દેખાતું હતું. અગડદત્તના મનમાં આનંદ જન્મ્યો. તરત એ જિનમંદિર તરફ પગ ઉપાડ્યા. મંદિરની નજીક પહોંચ્યો ને એની તો આંખો પહોળી થઈ ગઈ ‘કેવું ભવ્ય જિનમંદિર! રજત, સુવર્ણ ને રત્નોથી મઢેલું ને ઝીણી ઝીણી કોતરણીથી મનને મોહી લે તેવું’.
દેરાસરમાં પ્રવેશતાં તો અગડદત્તના નેત્રો મીચાંવાનું જ ભૂલી ગયા, આખોય સંસાર ભૂલાવી દે એવી અને જગતમાં જોડી ન જડે એવી અલૌકિક, અનુપમ અને અદ્ભુત આદિનાથ દાદાની પ્રાચીન પ્રતિમા શોભી રહી હતી.
અગડદત્તનો બધો જ થાક પરમાત્માના દર્શનસ્નાનથી ઉતરી ગયો. અગડદત્તે ખૂબ ભાવ વિભોર બની પ્રભુ પાસે હૃદય ખુલ્લુ મૂકી દીધું.
પોતાની ભોગલંપટતાની નિંદા અને પ્રભુના ભોગત્યાગની સ્તુતિઓ ગાઈ, પ્રભુ પાસે હાથ જોડી અંતરથી પ્રાર્થના કરી.
‘હે પરમાત્મ! હે તારણહાર! હે પરમપદદાયક! ભોગ સુખોમાં કીડાની જેમ ખદબદતા મને તું ઉગાર! બચાવ! તે બતાવેલા પંથ પર ચાલવાનું મારામાં સામર્થ્ય પ્રગટાવ મારા નાથ!...
હે જ્યોતિર્મય! અનંત શક્તિના ભંડાર! તારી ભક્તિ પણ કેવી શક્તિ ધરાવે? તું લોકના અગ્રભાગ પર જઈ વસ્યો છે. છતાં ય છેક ત્યાંથી ખેંચીને તને મારા હૃદયમાં લાવી દે છે. ખરેખર પ્રભુ! આ ભક્તિ આપીને તો તે અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org