________________
134
અગડદત્ત કથા
બન્યું'તું એવું કે કોઈ વિદ્યાધરયુગલ વિમાનમાં બેસી આકાશમાર્ગે ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. વિદ્યાધરને તેની પત્નીએ પૂછ્યું.
સ્વામીનાથ! નીચે કોઈ પુરુષના આક્રંદનો અવાજ સંભળાય છે. “હા મૃગલોચના કોઈ રાજકુમાર તેની પત્નીના વિરહમાં વિલાપ કરે છે.” “શું તેની પત્નીનું અપહરણ થયું છે?” “ના, એવું નથી.”
તો?” ‘તેને ઝેરી સર્પે ડંખ માર્યો છે.” “આપ તો વિદ્યાના ભંડાર છો, તેનું વિષ ઉતારી ન શકો?” ‘તારી વાત સાચી છે. મારી જેમ એ પણ પોતાની પ્રિયામાં પાગલ તો હોય જ ને?”
સ્વામી! બીજી વાત છોડી જલ્દી વિમાન પાછુ વાળો નહીં તો એ મરી જશે. અને તુરત જ વિમાન પાછુ વાળી બન્ને ઉદ્યાનમાં આવ્યા.
વિદ્યાધરે કુમારને ઠપકો આપ્યો. “યુવાન! આ વયમાં જીવનને આ રીતે સમાપ્ત કરી દેવું યોગ્ય છે?'
તમને ક્યાં ખબર છે? મારું દુઃખ...” ગમે તેવા દુઃખો આવે, પ્રાણ હોય તો તેનો પણ ઉપાય થાય.” પણ એ તો કહો કે પ્રિયા વિનાના પ્રાણ ટકે શી રીતે? હું મારી પ્રિયા વિના જીવી નહીં શકું. એટલું કહીને અગડદત ફરી આઠંદ કરવા લાગ્યો.
વિદ્યાધરે કુમારને આશ્વાસિત કરી, પાણીમાં પોતાની આંગળી રાખી પાણીને મંત્રિત કર્યું. એ મંત્રિત જલનો મદનમંજરી પર છંટકાવ કરી મદનમંજરીને કહ્યું.
કેમ સુતી છે?” “ઉઠ!”. અને ચમત્કાર સર્જાયો મદનમંજરી જાણે ઊંઘમાંથી ઊઠી હોય તેમ આળસ મરડી બેઠી થઈ. વિદ્યાધરયુગલને જોઈ આશ્ચર્ય પામી, અગડદત્તને પૂછ્યું.
કોણ છે આ લોકો?” મને લાકડા પર કેમ સુવાડી છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org