________________
શ્રી અગડદત્ત રાસમાલા
133
અગડદત્તે મદનમંજરીને ખોળામાંથી નીચે મૂકી, ઊભો થઈ ઉદ્યાનમાં લાકડા લેવા ગયો. ચારે બાજુ ફરીને જેટલા મળે તેટલા લાકડા ભેગા કરી ચિત્તા બનાવી. મદનમંજરીને ઉપર સુવાડી ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અગડદત્તને આશ્વાસિત કરનાર કે સમજાવનાર ક્યાં કોઈ હતું?
પોતે પણ ચિતા પર બેઠો. અગડદને શમીવૃક્ષના લાકડા ઘસી અગ્નિ પેટાવ્યો. અને જ્યાં ચિત્તાને આગ દેવા જાય છે ત્યાં જ.
ઓ યુવાન!...............” “ઊભો રહી જા! ...
દૂરથી કોઈનો અવાજ સંભળાયો, અગડદતે દીનવદને ચારે બાજુ નજર ફેરવી પણ કોઈ દેખાયુ નહીં પણ ફરીથી
“એક ક્ષણ ઊભો રહે, હું આવું જ છું.”
અવાજ સ્પષ્ટ સંભળાયો, અવાજની દિશામાં નજર ફેરવી તો ત્યાં કોઈનદેખાયું પણ ક્ષણવારમાં જ આકાશમાંથી વિદ્યાધર યુગલ ઉતર્યું.
11iiiiii
i!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org