________________
132
અગડદત્ત કથા
અચાનક અગડદત્તને કલાચાર્ય પાસે શીખેલી વિદ્યા યાદ આવી, અગડદતને મનમાં આશા બંધાઈ. “શીખેલી વિદ્યા અવસરે કામ ન આવે તો ક્યારે આવશે?”
તરત વિદ્યાનું સ્મરણ કર્યું. મંત્રજાપ શરૂ કર્યો, પણ આ શું? જાપની કોઈ અસર જ દેખાઈ નહીં, અગડદત્તના મનમાં ધ્રાસકો પડ્યો, ફરીવાર જાપ કર્યો. પણ કોઈ પરિણામ નહીં બેવારત્રણવાર- ચારવાર પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ...
અગડદત્ત અંદરથી સાવ તૂટી ગયો. મદનમંજરીના શરીર પર માથુ નાખી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યો.
પ્રિયે! મને એકલો છોડી તું ક્યાં ચાલી ગઈ?” તુજ મારો પ્રાણ છે, તારા વિના મારું જીવન શક્ય જ નથી.”
અગડદત્તે મદનમંજરીને ખોળામાં લીધી. “જલ્દી પાછી આવી જા! નહીં તો તારો પ્રાણ પ્યારો તારા વિના મરી જશે. તારા વિના સંપત્તિના ઢગલાને હું શું કરું? તારા વિના તો ભોજન પણ વિષ બની જશે........
મનમોહિની! તારા વિના ભોગ વિલાસો વીંછીના ડંખની જેમ પીડા આપશે.”
અગડદા બોલતો જાય છે ને જોર જોરથી પોક મૂકી રડતો જાય છે. ચંદ્રવદના!... રોજ રોજ કોનું મુખ જોઈ હું હૃદયને પ્રફુલ્લિત કરીશ?”
તું બોલે ને મુખમાંથી જાણે ફુલડા ખરે! શું તું એકવાર પણ બોલીને તારા હૃદયેશ્વરને ખુશ નહીં કર?'
બોલ સુંદરી, બોલ.... પ્રિયા! બોલને, કેમ નથી બોલતી?...” અગડદત્તનો આક્રંદ ભલભલા ભડવીરોના ય હૃદયને પીગળાવી દે એવો કરુણ હતો. “ઓ મારા નિષ્ફર હૃદય!.. તું હજુ કેમ ધબકે છે?'
“ખરેખર પ્રિયાનો વિયોગ તો આગથી ય વધુ દાહક હોય છે. માટે મારે જીવવાનો કોઈ અર્થ નથી.”
મારે મદનમંજરીની સાથે જ આગમાં બળી મરવું વધુ યોગ્ય છે, આખી જિંદગી પ્રાણપ્રિયાના વિયોગમાં રીબાઈ—રીબાઈને કાઢવા કરતાં ચિતામાં સાથે જ બળી મરવું જ શ્રેષ્ઠ છે.”
પત્નીના વિયોગની દાહકતામાં બળી રહેલા મને અગ્નિ તો શીતલ લાગશે!'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org