________________
શ્રી અગડદત્ત રાસમાલા
131
પ્રિયે! જગત કેટલું સુંદર છે ને?” મારા માટે તો આપના જેવું કોઈ સુંદર નથી.” હું પણ એ જ માનું છું, વિશ્વની સર્વ શ્રેષ્ઠ સુંદરતા મારી પાસે છે.' બન્ને હાથમાં હાથ પરોવી ઉદ્યાનમાં ફરી રહ્યા છે. ત્યાં જ અચાનક મદનમંજરીના મુખમાંથી તીણી ચીસ નીકળી ગઈ. આ......”
રાડ પાડતી મદનમંજરી ભૂમિ પર પડવા લાગી ત્યાં જ અગડદને બન્ને હાથથી તેને પકડીને પોતાના ખોળામાં માથું મૂકી તેને સુવડાવી.
“શું થયું? તીવ્ર વેદનામાં મદનમંજરીના અક્ષરો તૂટી પડ્યા. સ...ઈ. ડસ્યો. હોય.. એવું લાગે.... છે...” “હે વિધાતા! તે આ શું કર્યું?
અગડદને તો પ્રિયાના ચરણે જોયું તો લોહીની ધારા વહી રહી છે... પોતાનું ઉત્તરીય ફાડી દંશ પર પાટો બાંધ્યો પણ, થોડીવારમાં તો શરીર લીલું થવા માંડ્યું!
ધીરે ધીરે ચેતના પણ ઘટવા લાગી... પ્રિયે! આ અચાનક શું થઈ ગયું?... પરંતુ, ચિંતા કરીશ નહીં. હું હમણાં જ કાંઈક ઉપાય કરું છું'.
એટલું કહી અગડદત મદનમંજરીને તે સ્થાને મૂકી આખાય ઉદ્યાનમાં ફરી વળ્યો. કદાચ વિષહર ઔષધિ કે કોઈ માનવ મળી જાય! ઔષધિઓની થોડી ઘણી ઓળખ ઉપાધ્યાય પાસેથી મેળવેલી પરંતુ કોઈ ઔષધિ હાથમાં ન આવી. આ હાલતમાં મદનમંજરીને એકલી છોડી નગરમાં જવા મન માનતુ નથી અને બીજું કોઈ પણ દેખાતું નથી.
હવે શું કરું?' ના વિચારમાં અગડદત્ત હાંફળો-ફાંફળો થઈ ગયો.
ઉદ્યાનમાં બે વાર આંટા મારી ફરી મદનમંજરી પાસે આવ્યો. અને જોયું તો પ્રિયા સાવ નિશ્ચેતન થઈ ગઈ હતી. આખું શરીર લીલુછમ થઈ ગયું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org