________________
130
બન્ને વહુઓ સાસુ-સસરા આદિ બધા વડીલોનો ખૂબ વિનય કરતી, ગુણીયલ વહુઓ જોઈને સુલસા માતા ગર્વ કરતી.
અગડદત્ત કથા
‘જોઈ, આ મારી વહુઓ? દુનિયામાં જોટો નહીં જોડે.
અગડદત્ત સુખેથી દિવસો પસાર કરે છે. ક્યારેક વનમાં તો ક્યારેક વાવડીઓમાં પત્નીઓ સાથે યથેચ્છ ક્રીડા કરવા જાય છે.
એક દિવસ,
નરનારીઓને અનંગરાજનું આજ્ઞાપાલન કરવા વિવશ બનાવતી, સમગ્ર પ્રકૃતિને નવયુવાન બનાવતી, ભ્રમરોને મત્ત બનાવી ઝંકારના મીઠા ગુંજન કરાવતી, કોયલના કંઠમાંથી મીઠો કલરવ ઉત્પન્ન કરતી, નારીઓના ધૈર્યને લુંટી જનારી, મલય પર્વતના મીઠા અને શીતલ પવનને પૃથ્વી પર પ્રસરાવતી, વસંતઋતુએ નગરના ઉદ્યાનમાં આવીને છાવણી નાખી, ત્યારે વનપાલકે આવીને મહારાજાને વધામણી આપી.
‘રાજન! વધામણી છે.’
‘શેની?’
‘આગમનની.’
‘કોનું આગમન?’
‘જન-મનને આનંદદાયી વસંતઋતુનું! ઉદ્યાનમાં સર્વ વૃક્ષો નવપલ્લવિત થયા છે ને નવનીત પુષ્પોની સુરભિ દશે દિશામાં રેલાઈ રહી છે.’
મહારાજાએ વનપાલકનો ઉચિત સત્કાર કર્યો અને નગરમાં ઘોષણા કરાવી. ‘આવતી કાલે નગરની બહાર ઉદ્યાનમાં વસંત ઉત્સવ મંડાવાનો છે. સમગ્ર નગરજનોએ મહારાજાની સાથે ઉત્સવમાં જોડાઈ જવું.’
બીજે દિવસે રાજા પોતાના સમસ્ત પરીજન સહિત ઉદ્યાનમાં ગયા. રાજકુમાર અગડદત્ત પણ પોતાની બન્ને પ્રિયાઓ અને મિત્રવૃંદ તથા દાસીજનો સાથે ઉદ્યાનમાં પહોંચ્યો...
ઉદ્યાન પાસેના સરોવરમાં જલક્રીડા કરી, પુષ્પગુચ્છો એક બીજાને મારી આનંદ માણ્યો. વિવિધ હાસ્ય વિનોદ કર્યા. અનેક ક્રીડાઓ કરી આખોય દિવસ આનંદ ઉલ્લાસથી પસાર કર્યો.
આભમાં સંધ્યાના સોનેરી રંગો પથરાયા, ધીરે-ધીરે સંધ્યા પોતાની લાલીમાં સંતાડવા લાગી. અને નગરજનો પણ સ્વગૃહે પાછા ફરવા લાગ્યા. માત્ર અગડદત્ત મદનમંજરી સાથે ઉદ્યાનમાં જ રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org