________________
128
અગડદત્ત કથા
ત્યારબાદ પિતાએ અગડદત્તને સુવર્ણ આભૂષણોથી શણગારેલા ગજરાજ પર બેસાડ્યો. છત્ર ધરાયું ને ચામરો વીંઝાયા. બન્ને પત્નીઓ આજુ-બાજુ બેઠી અને પ્રવેશયાત્રા શરૂ થઈ. અનેક વાજિંત્રો વાગવા લાગ્યા. મસ્તક પર કળશ ધારણ કરી નગરની સૌભાગ્યવતી સ્ત્રીઓ સામી આવી. નગરનારીઓ અગડદત્તને ડગલે-ડગલે થાળ ભરી ભરી અક્ષતથી વધારે છે. તો કેટલીક ગોરીઓ ગોખે બેસી અગડદત્તના રૂપને જોયા કરે છે. અને મદનમંજરી તથા કમલસેનાના રૂપ અને ભાગ્યની ઈર્ષ્યા કરે છે.
અનેક પ્રકારના ઠાઠપૂર્વક આ સામૈયું રાજકારે આવી પહોંચ્યું. સૌભાગ્યવંતી સ્ત્રીઓએ મોતી અને અક્ષતથી અગડદત્તને વધાવ્યો.
અગડદત્તની આંખ વિરહાનલમાં બળતી માતાની શોધમાં હતી, ત્યાં જ માતાના દર્શન થયા. પિતા, મંત્રી, નગરશેઠ વગેરે બધાથી વીંટળાયેલા અગડદત્તે તરત દોટ મૂકી. માતાના ચરણોમાં પડ્યો. અને ચરણોનું આંસુઓથી પ્રક્ષાલન કર્યું. તો માતાએ પણ આનંદઅશ્રુના મોતીથી પુત્રને વધાવ્યો. બન્ને વહુઓએ સાસુ-સસરાના આશીર્વાદ લીધા.
ઘણા વર્ષો પછી આજે સમગ્ર રાજમહેલ ઉત્સવ ભર્યો બન્યો. રસોઈયાએ પણ અનેરા ઉંમગથી વિવિધ જાતના ભોજન, મિષ્યન્ન પકવાન બનાવ્યા.
સમય થતાં રાજા સહિત સમગ્ર પરિવાર ભોજન માટે બેઠો એક એકથી ચડીયાતી વાનગીઓ પીરસાઈ. અગડદત્તને માતાએ આગ્રહ કરી-કરીને પ્રેમથી જમાડ્યો. માતાનો પ્રેમ જોઈ અગડદત્તના નયનો ફરીવાર ભીના થઈ ગયા.
ભોજન બાદ રાજાએ અગડદત્તને પૂછ્યું. “વત્સ! આટલો સમય તું ક્યાં હતો?”
“અરે! મારો લાલ હજુ તો આવ્યો જ છે. તેને આરામ તો કરવા ઘો.' માતાની મમતાએ મહારાજાને ઉત્તર વાળ્યો.
અગડદત્તે બન્નેની ભાવનાને સમાવી લેવા કહ્યું. “આવતી કાલે રાજસભામાં જ એ વાત કરીશું.” સુલસારાણીને ચીડવવા મહારાજાએ મજાક કરી. ના, ના મારે તો હમણાં જ સાંભળવું છે.'
મહારાજા આટલું બોલ્યા ત્યાં તો બધા હસી પડ્યા. આમ આનંદ-પ્રમોદમાં આખો દિવસ વ્યતીત થયો. કેટલાય લોકો અગડદત્તને ભેટશું ધરવા આવ્યા તો જૂના મિત્રો-પરિચિતો મળવા આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org