________________
શ્રી અગડત્ત રાસમાલા
VA
મદનમંજરી પતિના અજોડ પરાક્રમને આંખ ફાડીને જોતી જ રહી. અગડદત્ત પાછો રથમાં આવ્યો ત્યારે મદનમંજરીએ તેના ઓવારણા લીધા.
125
‘ખરેખર! તમારા જેવો પરાક્રમી તો આ દુનિયામાં જનમ્યો પણ નહીં હોય.’
આટલું ગદ્ગદ્ સ્વરે બોલી મદનમંજરી અગડદત્તને ભેટી પડી, અગડદત્તે માત્ર સ્હેજ સ્મિત આપ્યું અને રથને આગળ હંકાર્યો.
થોડું આગળ વધ્યા ત્યાં જાણે લુહારની ધમણ ચાલતી હોય એવો અવાજ સંભળાયો. આસપાસના વૃક્ષો તરફ દષ્ટિપાત કર્યો. બધા જ વૃક્ષો કાળામસ થઈ ગયા હતા. અગડદત્ત સમજી ગયો કે નક્કી દ્રષ્ટિવિષ સર્પ નજીકમાં જ છે.’
Jain Education International
દૂરથી કાળો ડિબાંગ, લાંબો અને મોટી ફેણવાળો સર્પ દેખાયો.
‘સર્પ દષ્ટિવિષ છે, જેને જુવે તેને ખાખ કરી નાખે.’ એ બધું મદનમંજરીએ સાંભળ્યું જ હતું. એણે તો અગડદત્તને રથને વાળવા અને બીજો કોઈ રસ્તો લેવા સમજાવવા માંડ્યું. પણ આ તો અગડદત્ત સાહસ અને શૌર્ય એનું બીજું નામ!
For Personal & Private Use Only
www.jainelibrary.org