________________
124
અગડદત્ત કથા
મદનમંજરીના ઠપકાથી અગડદત્તની કામનિદ્રા ઉડી ગઈ અને શાન ઠેકાણે આવી, શરમથી મોં નીચું કરી ચૂપચાપ ભોયરામાંથી બહાર નીકળી ગયો. બન્ને રથમાં બેઠા.
રથ આગળ ચાલ્યો, વનની વનરાઈ નીરખતા નીરખતા અને કાંઈક અવનવી વાતો કરતા કરતા થોડે આગળ પહોંચ્યા. કેટલાક યોજનાનો પંથ કાપ્યા પછી એક સરોવર પાસે અગડદત્તે રથના ઘોડા છોડ્યા. ઘોડાઓને સ્નાન કરાવી અગડદત્ત અને મદનમંજરીએ પણ સ્નાન કર્યું. પ્રવાસનો થાક હોવા છતાં અગડદત્ત મદનમંજરીના રૂપ દર્શનના આનંદથી થાક ઉતારતો હતો.
એટલામાં દૂર દૂર ક્યાંક “મડ મડ અવાજ થતો સંભળાયો. અગડદત્ત પામી ગયો કે “નક્કી ઝાડની ડાળીઓ ભાંગતો હાથી આવી રહ્યો છે.
ત્યાં જ હાથીની તીણી ચીસ સંભળાઈ. મદનમંજરી ગભરાઈને અગડદત્તને વળગી પડી. અગડદત્તે તુરત આશ્વાસિત કરી.
સુંદરી! હું છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો કરનાર જનમશે નહીં.' હાથીને દૂરથી મોટા-મોટા વૃક્ષો ઉખાડીને ફેંક્તો ને દોડતો પોતાની તરફ જ આવતો જોયો.
હાથી અને અગડદત્ત વચ્ચે હવે ઝાઝું અંતર ન્હોતુ, હાથી એવો ધસમસતો આવતો હતો જાણે સાક્ષાત્ કાળ સામો ધસતો હોય, મનુષ્યને જોઈ જંગલી હાથીએ ભૂમિ પર જઘનો ગોઠવી ત્રાટકવાની પૂરી તૈયારી કરી લીધી. અગડદત્ત પણ ધનુષ્ય પર બાણ ચડાવી તેના કુંભસ્થળનું નિશાન લઈને છોડ્યું. અત્યંત શીઘ્રતાથી એક પછી એક ત્રણ બાણ હાથીના કુંભ સ્થળમાં ખૂંપી ગયા. હાથી ચીસો પાડતો માર્ગ મૂકી ભાગી ગયો.
જમ જેવા જંગલી હાથીને દૂરથી દોડતો આવતો જોયો ત્યારથી મદનમંજરીએ તો આંખ બંધ જ કરી દીધેલી, હાથીના ગયા પછી અગડદત્તે તેને ઢમઢોળી, ત્યારે તેણે પૂછ્યું.
‘હાથી?' ‘એ તો ક્યાંય ભાગી ગયો, હવે પાછો નહીં આવે!”
ફરી રથ આગળ ચાલ્યો, થોડે આગળ જતાં જ ઝાડીમા વાઘની ઘરઘરાટી સંભળાઈ. મદનમંજરી શિયાળાની ટાઢ ચડી હોય તેમ થર-થર કંપવા લાગી.
કુમારે વાઘને મારવા તુરત એક યોજના બનાવી.
રથ પરથી નીચે ઉતરી માત્ર તલવાર હાથમાં લઈ વાઘની સામે ગયો. વાઘે પોતાનું ભક્ષ્ય જોઈ પોતાનું વિકરાળ મુખ ખોલી ત્રાડ પાડી, છલાંગ મારી અગડદા પર હુમલો કરવા ગયો કે તુરત જ અગડદત્ત ઉત્તરીય વસ્ત્ર ડાબા હાથ પર વીટાળી વાઘના મુખમાં હાથ નાખ્યો અને અત્યંત સ્ફર્તિથી જમણા હાથથી તલવારનો તેની ગરદન પર એવો ઘા કર્યો કે એ જ પળે તેના રામ રમી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org