________________
શ્રી અગડદત્ત રાસમાલા
આ સાંભળતા જ સાધુએ અટ્ઠાસ્ય કર્યું.
‘વાહ ભડવીર...! તું ઓળખે છે હું કોણ છું?’
‘હું આ અટવીનો મહાચોર દુર્યોધન! મારા નામમાત્રથી ભલભલા ભડવીરો માયકાંગલા બની થરથરી ઉઠે છે. તું ભલે મારી માયાજાળમાં ન ફસાયો પણ, મારી આ લોહીતરસી તલવારથી આજે તને તારા ભગવાન પણ બચાવી નહીં શકે.’
123
તલવાર કાઢી અગડદત્તને મારવા જેવી ઉગામી કે તરત અગડદત્તે સીફતાઈથી તેનો ઘા ચૂકવી દીધો અને વિજળીવેગે પોતાની તલવારથી ચોરના મર્મ સ્થાન પર તીક્ષ્ણ પ્રહાર કરી દીધો. ચોર તો એ જ સમયે જમીન પર ઢળી પડ્યો.
મરતા મરતા અગડદત્તને કહ્યું.
‘હે નરવીર! ખરેખર તું ક્ષત્રિય શિરદાર છે. મને મારી જિંદગીમાં તારા સિવાય કોઈ છેતરી શક્યું નથી. તે મને પરાસ્ત કર્યો છે. છતાંય હું તારી વીરતા પર ખુશ છું. આ પર્વતના પશ્ચિમ પ્રદેશમાં બે નદીઓના મધ્યભાગમાં એક શિલા છે. તેની નીચે ભોયરું છે. ત્યાં મારી અઢળક સંપત્તિ છે મારી પત્ની જયશ્રી પણ ત્યાં જ રહે છે. મારી એ તમામ સંપત્તિ અને પત્ની તને આપું છું, તું ભોગવજે, મારી આ તલવાર મારી પત્નીને આપીશ તો એ તારો સ્વીકાર કરશે તું તેની સાથે સુખેથી રહેજે અને મને અગ્નિદાહ આપજે.'
આટલું કહી ચોર મૃત્યુ પામ્યો. અગડદત્તે તેના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો. અને ચોરે કહેલા સ્થાને પહોંચ્યો. મદનમંજરી પણ સાથે આવી. શિલા ઉઘાડી બન્નેએ ભોંયરામાં પ્રવેશ કર્યો. સામે જ દુર્યોધનની પત્ની જયશ્રી ઊભી હતી. જયશ્રી એટલી રૂપવાન હતી કે જાણે સ્વર્ગલોકની અપ્સરા જ જોઈ લ્યો. અગડદત્ત તેના રૂપમાં મોહાઈ ગયો.
અગડદત્તને પોતે સ્વર્ગમાં આવી ગયાનો ભ્રમ થયો. જયશ્રી સામે જોયા જ કર્યું.
મદનમંજરીને અગડદત્તના મનને કળતા વાર ન લાગી, તેને ખેદ થયો. મદનમંજરીએ સકોપ અગડદત્તને હાથથી હડસેલો માર્યો.
‘તમને કાંઈ શરમ-બરમ છે કે નહીં?’ મદનમંજરી ગરમ થઈ.
‘ચોરની બહેનમાંથી કાંઈ બોધપાઠ નથી મળ્યો? તે આજે ચોરની પત્નીમાં મોહાયા છો.’
‘મેં તમારા પ્રેમમાં પાગલ બની મારા માતા-પિતા-સ્વજનો-ઘર બધું જ છોડ્યું, અરે! ગામ પણ છોડીને તમારી સાથે જંગલમાં ભટકું છું. અને તમે મારાનિઃસ્વાર્થ પ્રેમને ભૂલી બીજી સ્ત્રીમાં લોભાણાછો?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org