________________
122
અગડદત્ત કથા
સાધુને અટવીમાં પ્રવેશ કરતાંય ભય લાગતો હતો. અને અટવીમાં વચ્ચે એના ગોપ ભક્તો ક્યાંથી? મને આમાં પ્રપંચ થતો લાગે છે.'
“અરે, હોય કાંઈ? તમે તો શંકાશીલ માનસવાળા છો.” “સાધુપુરષ વળી પ્રપંચ શા માટે કરે? એકે સાધુ પરનો આંધળો વિશ્વાસ રજૂ કર્યો.
એટલીવારમાં તો સાધુ નજીક આવી પહોંચ્યો. સાધુએ બધાને આમંત્ર્યા. બધાએ સાધુનું ભાવભર્યું આતિથ્ય માણ્યું. સાધુએ તો બધાને આગ્રહ કરી કરીને પીરસ્યું, અગડદત્તે છેલ્લો પ્રયત્ન કરવા આંખના ઈશારાઓ પણ કર્યા. પરંતુ દુર્વિનીત શિષ્ય ગુરુની આજ્ઞા ન માને તેમ અગડદત્તની આજ્ઞાનું બધાએ ઉલ્લંઘન કર્યું. અગડદત જમવા ન આવવાથી સાધુને ચિંતા થઈ. અગડદા પાસે આવી દીનવદને બોલ્યો.
“દિકરા! તારે ખાવું નથી.”
ના બાપુ! મને ઈચ્છા નથી.’ “થોડું ભોજન કરી લે દિકરા! પંથ લાંબો છે.” માફ કરજો, મને જતિનો આહાર નહીં લેવાનો નિયમ છે.” થોડો પ્રસાદ તો લઈ લે.” મેં કહ્યું ને? મને ઈચ્છા નથી.” અગડદને થોડો રોફભેર જવાબ વાળ્યો. સાધુ પણ ક્યા છોડે એવો હતો? તને ખબર નહીં હોય, પ્રસાદનો અનાદર કરનારની શી દશા થાય છે?” પ્રસાદનો સ્વીકાર કરનારની શી દશા થાય છે? એની જ પ્રતીક્ષામાં છું અગડદતે મરકતા કહ્યું. સાધુની આંખ ફરી ગઈ. બન્ને એકબીજાને પામી ગયા. જતા જતા સાધુ બોલ્યો “તારું ભલું ઈચ્છતો હોય તો આગળ પ્રયાણ કરી દેજે.”
આ બાજુ યાત્રિકોની આંખો ઘેરાવા લાગી. એક વૃક્ષ નીચે આરામ કરવા બધાય સૂતા સૂતા એ સૂતા હવે ઉઠવાના જ નહોતા, સાધુએ બધાનો માલ લૂંટવાની શરૂઆત કરી.
તુરત જ અગડદતે ધનુષ્યટંકાર કરી વીરહાંક કરી.
“અરે ઓ કાયર! નરાધમ! દુષ્ટી કપટ કરીને બધાને તે છેતર્યા. પણ હવે ભગવાનને યાદ કરી લે’. ‘તારા પાપોનો આજે હિસાબ ચૂકતે કરવાનો છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org