________________
શ્રી અગડદત્ત રાસમાલા
‘અરે! વાતમાં કાંઈ માલ નથી, એ સાધુને ડર લાગે છે.’
‘સાધુને શેનો ડર?’
‘આપણે રાત્રિએ આવી અટવીમાં પડાવ નાખવાના છીએ માટે ડરે છે.’
‘એમાં ડરવાનું શું?’
‘સાધુ પાસે જોખમ છે.’ વેપારી હસ્યો.
‘જોખમ?’
‘હા, એમની પાસે થોડા સોનૈયા છે. કોઈ ભગતે ધૂપ-દીપ કરવા આપ્યા છે.’
‘ઠીક છે, તમે સાધુને શું કહ્યું?’
‘મેં કહ્યું, બાપુ! આટલા જોખમથી શું કરો છો? અમારી પાસે તો પાંચસો-પાંચસો સોનૈયા છે. અમને કશો ડર નથી ને તમે ડરો છો? આટલું કહ્યું એટલે બાવાજીને કાંઈક શાંતિ થઈ હોય
એમ લાગ્યું.’
121
સાધુની વાતમાં અગડદત્તને સચ્ચાઈના અંશ માત્ર પણ દર્શન થયા નહીં પણ ઢોંગ તો સ્પષ્ટ રીતે ઉકેલાયો.
માર્ગમાં સાધુ લોકોને કથા કરે છે. ભજનો સંભળાવે છે. ને લોકોને પ્રવાસનો થાક ભૂલાવી દે છે. અટવી ગહન હતી. ક્યાંય વચ્ચે રોકાઈ શકાય એવી વ્યવસ્થા જ ન હતી, માત્ર ચાલ્યા કરવાનું હતું. આખો દિવસ ચાલી ચાલીને બધા થાકી ગયા હતા. ત્યાં જ લાગ જોઈ સાધુ એ . પ્રસ્તાવ મૂક્યો.
‘મહાનુભાવો! આ અટવીમાં થોડે દૂર એક મજાનું ગોકુળ છે મેં આ વખતે ત્યાં ચાર મહિના ધૂણી ધખાવી હતી. ત્યાં બધા ગોવાળીયા મારા ભગત છે. મારી ઈચ્છા છે કે તમે થોડો સમય અહીં રોકાવ તો એમની પાસેથી દૂધ-દહીં લઈ આવું ને તમારો આતિથ્ય સત્કાર કરું.’
આમેય આખો દા’ડો ચાલીને પગ લથડીયા ખાતા હતા. હવે ના કહેવાનો અવકાશ જ નહોતો.
બધાની સંમતિ મળતા સાધુ તો હરખાતો હરખાતો ઝડપભેર આગળ નીકળી ગયો. બધા થોડે આગળ ચાલ્યાં ત્યાં સાધુ દૂરથી દૂધ-દહીંના માટલા ભરીને આવતો દેખાયો. લોકોના મોંમા પાણી છૂટ્યું. અગડદત્તને પણ પ્રપંચ બરોબર ગોઠવાયાની ખાતરી થઈ ગઈ તેણે સાથે આવેલા માણસોને કહ્યું.
‘આ આતિથ્ય સત્કાર લેવા જેવો નથી.’
હેં?.. શું?’..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org