________________
120
જાતજાતના વેશ ધારણ કરીને બધાને છેતરે. આજ સુધીમાં આ રીતે કેટલાયને લુંટી લીધા છે.’
‘ચિંતા ન કરો, એને તો હું પહોંચી વળીશ.’
‘પણ એ બહુ ચકોર છે. આજ સુધીમાં કેટલાય ખેરખાંઓને શીશામાં ઉતાર્યા છે.’
‘મારામાં ફાવી નહીં શકે, તમે બીજા વિઘ્નોની વાત કરો.’
અગડદત્ત કથા
‘આગળ વધતાં એક મત્ત હાથી છે. માણસોને જોતા જ સામે ધસી આવે છે. અને બધાને સૂંઢમાં પકડીને ફેંકે છે. એક વિકરાળ વાઘ છે એ વાઘ મનુષ્યભક્ષી છે અને એક દ્રષ્ટિવિષ સર્પ પણ છે. એની દ્રષ્ટિ જેના પર પડે એ જીવ ખોઈ બેસે.’
‘આમાં ક્યાંય ગભરાવા જેવું છે જ નહીં’ અગડદત્તે નિર્ભયતા બતાવી. ઉપદ્રવપૂર્ણ અટવીની ભયાનકતા બતાવવા છતાંય અગડદત્તની નિર્ભયતા જોઈ તે બન્ને મુગ્ધ બની ગયા. અગડદત્તે તો પોતાનો મક્કમનિર્ણય કહી દીધો.
‘જંગલમાં જંગલી પશુઓ ન હોય તો બીજું શું હોય? હું આફતોથી હારનારો નથી, આફતોને મારનારો છું.’
અગડદત્તનો મર્દાનગી ભર્યો જવાબ સાંભળી બન્ને ને વિશ્વાસ બેસી ગયો ‘ખરેખર! આ નવયુવાન સાથે જવામાં જ સલામતી છે’.
અમુક બીજા પણ યાત્રિકોએ આ સાર્થમાં જોડાવું પસંદ કર્યું. થોડે આગળ જતાં રસ્તામાં દૂરથી એક ભગવા વસ્ત્રધારી સાધુ એક હાથમાં કમંડલ ને બીજા હાથમાં માળા લઈને આવતો દેખાયો. એના લાંબા લાંબા હાથ, કોડી જેવી મોટી આંખો, કાળીને ભરચક દાઢી, મોટી જટા વગેરે જોઈને લોકોને તો ‘જંગલમાં મંગલ થયા’નો આનંદ થયો. જ્યારે અગડદત્તને તો આ સાધુ અવિશ્વાસનું ધામ લાગ્યો.
સાધુએ લોકોને પૂછ્યું.
‘મહાનુભાવો! ક્યાં જવા નીકળ્યા છો?’
‘શંખપુર બાપુ!’ સાર્થમાંથી એકે જવાબ આપ્યો.
‘શું વાત કરો છો? મારે પણ તીર્થના દર્શનાર્થે શંખપુર જવાની ઈચ્છા છે’
‘ખુશીથી સાથે પધારો પ્રભુ!' બધાએ એક સાથે જવાબ આપ્યો.
એક માણસને થોડે દૂર લઈ જઈ સાધુએ કાંઈક ગપસપ કરી આથી અગડદત્તની શંકા મજબૂત બની. પેલા માણસને અગડદત્તે પોતાની પાસે બોલાવ્યો.
‘સાધુ શું કહે છે?’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org