________________
શ્રી અગડદત્ત રાસમાલા
119
અગડદત્તે પોતાનો વિજયવાવટો ફરકાવી ચારે બાજુ નજર નાખી, ક્યાંય પોતાના એકાદ પણ સૈનિકની ભાળ ન મળી. આથી એકલો જ મદનમંજરીની સાથે રથ લઈને એ જ માર્ગે આગળ ચાલ્યો.....
આગળ વધતા રસ્તામાં એક રમણીય ગોકુલ જોયું. ઘણી અટવી પાર કર્યા પછી ગોકુલને જોતાં મદનમંજરીને આશા બંધાઈ.
સ્વામીનાથ! અહીં થોડી વસતિ લાગે છે. આપણને શંખપુરની સાચી દિશા અહીં જાણવા મળી જશે.”
પ્રિયે! તું ચિંતા ઘણી કરે છે.” અગડદત્ત સહેજ હસીને બોલ્યો.
વાર્તાલાપ આગળ વધે એ પહેલા જ ગોકુળમાંથી બે માણસો બહાર આવ્યા. અગડદત્તને જોઈ તેના રથ નજીક આવ્યા. અગડદત્તે રથ ઊભો રાખ્યો, તે બન્નેએ પ્રણામ કરી અગડદત્તને કહ્યું.
હે નરોત્તમ! આપ કોણ છો? કઈ બાજુ જાવ છો?” મારું નામ અગડદત છે, હું શંખપુર જવા નીકળ્યો છું.” “ઓહ! તો તો અમારી ચિંતા ટળી.” શાથી?” આશ્ચર્યપૂર્વક અગડદતે પૂછ્યું. અમને પણ શંખપુર જવાની ઈચ્છા છે. સારા સંગાથની જ શોધમાં હતા.” “વાત તમારી સાચી, પણ તમને સ્તાનો ખ્યાલ છે ખરો?” હા! રસ્તા તો બે છે.” બે?
‘હા’
આગળ જમણો અને ડાબો એમ બે માર્ગ પડે છે. ડાબો માર્ગ ટૂંકો છે. પણ ખૂબ ઉપદ્રવોથી ભરેલો છે. જમણો માર્ગ લાંબો છે. પરંતુ કોઈ પણ જાતનો ભય નથી માટે શ્રેષ્ઠ તો એ જ છે.”
“અરે! ઉપદ્રવોથી ડરવાનું વળી કેવું?” અગડદતે નીડરતાથી કહ્યું.
આગળ ભયંકર અટવી આવે છે. તેમાં વાઘ-સિંહ જેવા જંગલી પશુઓનો તો ભય ખરો જ પણ બીજા પણ મોટા ચાર વિદનો છે.”
કયા ચાર વિદનો?' જંગલની પહાડીઓમાં એક ચોર વસે છે. આ માર્ગે જે નીકળે તેની સાથે ભળી જાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org