________________
118
અગડદત્ત કથા.
યુદ્ધમાં કોઈ વાર ભીલપતિ ફાવી જાય છે, તો કોઈ વાર અગડદત્ત. અગડદને ઘણા પ્રયત્નો કર્યા પણ ભીલપતિ જરા પણ મચક આપતો નથી. હવે અગડદત્તને રાજનીતિને અનુસરવું વધુ યોગ્ય લાગ્યું. તેને નીતિશાસ્ત્રનો પાઠ યાદ આવ્યો. “સમર્થ શત્રુને માયા અને શસ્ત્રથી મારવો જોઈએ.” મનમાં એક અદ્ભુત યોજના સ્લરી મદનમંજરીને ઈશારો કર્યો. મદનમંજરી તરત જ સમજી ગઈ. અને સોળે શણગાર સજી રથની આગળ આવીને બેસી ગઈ.
મોટા-મોટા યોગીઓ પણ સુંદરીઓના રૂપમાં ભાન ભૂલે તો આ ભિલોના સરદારની તો શું હેસિયત? મદનમંજરીનું રૂપ જોતાં જ ભીલપતિ ક્ષણવાર મુગ્ધ બની ગયો. તકનો લાભ લઈ અગડદત્તે તીણ બાણથી ભીલપતિના મર્મ સ્થાનને વીંધી નાખ્યું. ભીલપતિ ભૂમિ પર પડ્યો. પણ મરતાં-કરતાં પણ તેની મર્દાનગી ગર્જી.
મને જીત્યાનો ઘમંડ નહીં કરતો. તારા બાણના પ્રહાર પહેલા જ કામ-બાણથી હું મરી જ ચૂક્યો હતો, તે તો મરેલાને માર્યો છે.”
આટલું બોલતાની સાથે જ તેના હોઠ હંમેશા માટે બંધ થઈ ગયા.
પર
?
ટાળી
ને
II
કરી
The
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org