________________
શ્રી અગડદત્ત રાસમાલા
117
ગોઠવવાનું શરૂ કર્યું. એક ભિલે અજાણ્યા શબ્દોમાં બધાને નવી વ્યુહરચના સમજાવી દીધી અત્યંત
ર્તિપૂર્વક ભિલોએ નવો ભૂહ ગોઠવી પણ દીધો અને ફરીથી પૂરા જોશથી આક્રમણ કર્યું. આ વખતે સૈનિકો પણ બુરી રીતે ઘવાયા હોવા છતાં અત્યંત આક્રમક બન્યા. છતાં પણ તે લોકો એવા તો ચબરાક અને જોરાવર નીકળ્યા કે જે સૈનિકો તેમની સામે પડે તે જીવતા બચે તેવી કોઈ શક્યતા રહેતી નહીં ધીમે ધીમે ભિલ્લ સૈન્યનું જોર વધતું ગયું. અને અગડદત્તના સૈન્યમાં પણ નાસભાગ મચી ગઈ. ચારે દિશામાં સૈન્ય વિખરાઈ ગયું.
આ બાજૂ અગડદત્તે વિવિધ શસ્ત્રોથી રથ ભર્યો. મદનમંજરીને રથમાં બેસાડી સમરાંગણમાં પ્રવેશ્યો. તીરોના વરસાદથી રણમેદાનમાં તેનું સ્વાગત થયું. મદનમંજરી ગભરાઈ.
“સ્વામી! જલ્દી રથને બીજી દિશામાં દોડાવો.” કેમ?” “અરે! કેમ શું? જોતા નથી આટલા બધા જમ જેવા ભિલો!”
“સુંદરી! તું જોયા કર, હું જમ જેવા ટોળાને જમના ઘર ભેગા કરી, આખા ટોળાથી યમસદન ભરી દઈશ.”
ને અગડદને મુશળધાર બાણવષ શરૂ કરી, અગડદત્તની એકી સાથે થયેલી બાણવષએ ભિલ સૈન્યને પળ બે પળમાં છિન્ન-ભિન્ન કરી નાખ્યું. કેટલાયને જમરાજાના મહેમાન બનાવ્યા. “વિજયની અણી ઉપર આવેલી બાજી ક્ષણવારમાં કારમાં પરાજયમાં પલટાઈ ગઈ”, એવો અહેસાસ ભિલ સૈન્યને થઈ ગયો. હવે પ્રાણ બચાવવા હોય તો ભાગી છૂટવા સિવાય કોઈ રસ્તો નથી. એમ સમજી ભિલોએ પણ પીછેહઠ કરી, જોત-જોતામાં એ ભિલો ક્યાંય દૂર નાસી છૂટ્યા. પોતાના ભિલોની આવી અવદશા ભીલપતિથી સહન ન થઈ. યુદ્ધ મેદાનમાં આવી તેણે અગડદત્તને પડકાર્યો.
“મર્દનો બચ્યો હોય તો આવી જા મારી સામે.”
“અરે ઓ કાયરોના સરદાર! જો તો ખરો તારો એક બચ્ચોય અહીં મારી સામે ટક્યો નહીં. બધા ઉંદરની જેમ ઊભી પૂંછડીએ ભાગી ગયા. હવે જલ્દી તુંય ભાગ નહીં તો મારા લોહી તરસ્યા આ બાણ તારા પ્રાણ ચૂસી લેશે.”
અગડદતનો સણસણતો જવાબ સાંભળી ભીલપતિનો ક્રોધ સાતમે આસમાને પહોંચ્યો.
ભીલપતિએ ઘડાધડ બાણોનો મારો ચલાવ્યો, અગડદત્ત પણ ગાંજ્યો જાય એવો ક્યાં હતો? એણે પણ આક્રમક રીતે બાળવર્ષા કરી, બન્ને એકબીજાના પ્રહારો ચૂકવી દે છે. બન્ને બળીયા છે. બને પાસે શ્રેષ્ઠ ધનુર્વિધા છે. એટલામાં તો સૂર્યએ આ ભીષણ યુદ્ધ જોવા વાદળો હટાવી ડોકીયું કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org