________________
116
અગડદત્ત કથા
મદનમંજરીને જોતા જ અગડદત્તનું હૃદય મદનશરથી ઘવાયું. મદનમંજરી પણ દીર્ઘકાલની ઝંખના પછી થયેલા મિલનથી ગાંડી ઘેલી બની ચૂકી હતી. પરંતુ, વાર્તાલાપનો અત્યારે સમય ન હતો.
અગડદતે તરત જ શંખપુરના માર્ગે રથ દોડાવ્યો. સૈન્યને સાથે થઈ આગળ પ્રયાણ કર્યું.
અનેક નાના-મોટા, ગામ-નગરો વટાવી ભુવનપાલ રાજાના દેશની સીમા પાર કરી આગળ વધતા એક ભયંકર ગીચ અટવીમાં પ્રવેશ થયો. અહીં તો સિંહની ગર્જનાઓ અને વાઘ-ચિત્તાની ત્રાડો હૃદયના ધબકારા ચૂકવી દે છે તો ક્યારેક શિયાળોની લારી ભયાનક્તામાં વધારો કરી દે છે. આટલું ઓછું હતું તેમ આજે આકાશમાં કાળા ભમ્મર વાદળાઓ પણ ઘેરાઈ ગયા.
થોડી જ વારમાં મેઘ મુશળધારે ત્રાટક્યો... ગર્જના અને વીજળીના કડાકા કરતા મેઘ અટવીને ઘનઘોર અંધકારથી ભરી દીધી... ચોધાર વરસાદને કારણે માર્ગ દુર્ગમ બન્યો. છતાં માત-પિતાના મિલનની ઉત્કંઠાને કારણે અવિરત પ્રયાણ ચાલુ જ રહ્યા.
એકવાર મધ્યરાત્રિએ છાવણી નાખી સૌ સુતા હતા. રાત્રિનો બીજો પ્રહર વ્યતીત થવા આવ્યો હતો. માર્ગના શ્રમને કારણે સૌ શાંતિથી સૂઈ ગયા હતા. ત્યાં જ અચાનક ચારે બાજુથી વિચિત્ર રાડો અને જાતજાતની કીકીયારીઓ સંભળાઈ. કોઈ કોઈ આ અવાજથી જાગી ગયા. કાંઈ વિચારે તે પહેલા તો ભિલના મોટા ટોળાએ એ છાવણી પર છાપો માર્યો. અગડદત્તના સૈન્યમાં ખળભળાટ મચી ગયો. સેનાપતિએ વીરહાંક કરી.
“અરે! જુઓ છો શું? ઉપાડો હથિયાર.”
“આ બાયલાઓને આજે એવો સ્વાદ ચખાડજો કે ચોરી કરવાનો ખો ભૂલી જાય.” જુસ્સેદાર હાકોટો થતાં સૈનિકો વીજળી વેગે હથિયાર ઉપાડી ભિલો સામે તૂટી પડ્યા. એક બાજુ હતું અગડદત્તનું બળવાન અને શિક્ષિત સેન્ચ તો બીજી બાજુ ભિલોની ટોળી પણ જબ્બર બળવાન!
વીજ ચમકારાના આછા પ્રકાશમાં તેઓનું બિહામણું શરીર દેખાઈ આવતું, રંગે કાળા, શરીરે ખડતલ, માત્ર પોતળી જેટલું ચર્મ કે વલ્કલનું પહરેણ, હાથમાં ચિત્ર-વિચિત્ર હથિયારો, આંગળીઓમાં બહાર નીકળેલા રાક્ષસી નખ, આખુંય શરીર પિશાચોનો પરીચય આપતું હતું.
છતાં કોઈ પણ ભય વિના વીર સૈનિકો તૂટી પડ્યા. બન્ને વચ્ચે શરૂ થયું ભીષણ યુદ્ધ! સામ-સામે સમશેરીઓ વિંઝાય છે. ને બાણ વર્ષાઓ થાય છે. સામસામે શસ્ત્રો અથડાવાથી તણખા ઝરે છે.
કેટલાયના હાથ-પગ કપાયા તો કેટલાયના મસ્તક ધડથી જુદા થઈ ધરતી પર પટકાયા. ભિલસૈન્ય અને રાજસૈન્ય બને જુસ્સાથી લડે છે. કોની જીત થશે? એ નક્કી થઈ શકતું નથી.
થોડીવારે ભિલોને “શત્રુપક્ષ પણ બહુ મજબૂત છે.” એવી પાક્કી ખાતરી થતા નવો લૂક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org