________________
શ્રી અગડદત્ત રાસમાલા
113 એક વખત સાંજે અગડદત્ત અને કમલસેના ઝરૂખામાં બેઠા બેઠા પ્રકૃતિનું સૌંદર્ય નિરખતા હતા. ‘નાથ! આ સંધ્યાના રંગોથી પ્રકૃતિ કેવી રંગાઈ ગઈ છે ને?”
હા! ખરેખર મનને મોહી લે છે.”
“સ્વામી! ઢળતા સૂર્યની લાલાશે ચારે બાજુ ફેલાઈને વાતાવરણને કેવું નિખાર્યું છે. આવા રંગોને પૂરવા સમર્થ તો આખી દુનિયામાં કોઈ ચિત્રકાર નહીં હોય, આવું સૌદર્ય તો વિધાતા જ રચી શકે.”
તારી વાત એકદમ સાચી છે. પણ હકીકતમાં વિધાતાએ તેને બનાવીને તો કમાલ જ કરી છે. તારા રૂપનું સૌંદર્ય પણ કોઈ ચિત્રકારની કળામાં ઉતરે તેમ નથી જ'.
કમલસેના શરમાઈ ગઈ. બન્નેની આ રીતે પ્રેમ ગોષ્ઠી ચાલી રહી હતી. ત્યાં જ દ્વારપાળે ખંડમાં પ્રવેશ કર્યો. રાજાનો જય હો.’ “કેમ આવવું થયું?” રાજનું! શંખપુર નગરથી બે દૂત આવ્યા છે. આપને મળવા માંગે છે. ઓહ!. શંખપુરથી આવ્યા છે?' હા! રાજ!” તો તો જલ્દી અંદર મોકલો.”
અગડદત્તના માનસપટ પર શંખપુર નગરનું ચિત્ર ખડું થઈ ગયું. માતા-પિતાના લાડ-કોડ, મિત્ર સાથે કરેલી ક્રીડાઓ, એ સુંદર મજાના સરોવરો અને ઉદ્યાનો, પોતાના રૂપ અને ઐશ્વર્યથી યુવતીઓને કરેલી હેરાનગતિ, છેલ્લે પોતાનું થયેલું ઘોર અપમાન, ગૃહ ત્યાગ... વગેરે અત્યાર સુધીની જીવનયાત્રા મનપથ પર ચાલી આવી.
રાજ! જય હો વિજય હો!” અતીતની યાદોમાં પોઢેલો અગડદત્ત ઝબકીને જાગ્યો. “કોણ?'
“અરે! આ તો સુવેગ અને વાયુવેગ!... મારા પિતાના અંગત દૂત!'... ઊભો થઈને અગડદત્ત બન્નેને ભેટી જ પડ્યો. આંખમાંથી અશ્રુ વહી ગયા....
“માતા-પિતાને શેમ-કુશલ તો છે ને?' અગડદત્તે આંસુ લુંછતા પૂછ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org