________________
112
અગડદત્ત કથા
સ્ત્રી મળી છે. છતાંય અગડદત્તના મનમાં મદનમંજરી જ રમ્યા કરે છે. તેના વિના બત્રીશ પકવાનના ભોજન પણ સ્વાદહીન લાગે છે. કમલસેના સાથેની જલક્રીડા પણ નિરસ લાગે છે. રાજાએ આપેલો આલીશાન મહેલ પણ બંધન લાગે છે. મનમાં સતત મદનમંજરી જ રમ્યા કરે છે.
એક દિવસની વાત છે. જય હો, વિજય હો.”
ભોજન કરી મુખમાં તંબોલ નાંખી અગડદત્ત મહેલના વાતાયન પાસે બેઠો હતો. ત્યાં જ આ શબ્દો કાને અથડાયા...
તું કોણ છે?'
“આપના વિરહાગ્નિથી બળતી મદનમંજરીની સેવિકા.” મદનમંજરીનું નામ સાંભળતા જ અગડદત્તના હૃદયની લાગણીઓ વદન પર ઉભરાવા લાગી. નયનમાં તેજ ચમકવા લાગ્યું...
બોલ, શું સમાચાર મોકલ્યા છે?”
“સ્વામિ! સતત ધરા જેવી મારી સખી આપના મિલનની મેઘવૃષ્ટિ ઝંખે છે. તેની ચાતક પ્યાસ છીપાવવાની શક્તિ માત્ર આપનામાં જ છે. આપના વિરહમાં એ ઝૂરી રહી છે........
“અને એમાંય, ‘જ્યારથી મત્ત હાથીને વશ કરવાની, ભયંકર ચોરને ચતુરાઈથી પકડવાની, રાજા દ્વારા અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની આપની વાતો એણે લોકમુખે સાંભળી છે. ત્યારથી તો આપના મિલનની ઉત્કંઠા ચરમ સીમાએ પહોંચી છે'.
આપ તો સુખ સાહેબીમાં સુખેથી રહેતાં હશો, પરંતુ આપના વિના સ્વાદિષ્ટ ભોજન, કોમલ શય્યા, સુંદર વસ્ત્રો અને નવ-નવા આભૂષણો બધું જ તેને નીરસ અને દુઃખદાયી લાગી રહ્યું છે... આપે આપેલું વચન યાદ કરો અને વિરહ વરે બળી રહેલી તેને સંગમ-જલથી શીતલ કરો!”
મદનમંજરીનો સંદેશો સાંભળીને અગડદત્તની આતુરતા વધી ગઈ. ગળામાંથી હીરાનો હાર કાઢી સેવિકાના હાથમાં આપ્યો.
“સુંદરી! લે આ મારા પ્રેમનો ઉપહાર મદનમંજરીને આપજે, મારું હૃદય એના મિલનની આશામાં જ ધબકે છે. તેની સ્થિતિ સંતત ધરા જેવી છે. તો મારી પણ પાણી વિનાની માછલી જેવી છે. હું રાજમહેલમાં માત્ર શરીરથી જ રહું છું, મારું મન તો મદનમંજરી પાસે જ છે. તેને કહેજે મિલનના દિવસો હવે દૂર નથી'.
સેવિકાએ આ સંદેશો મદનમંજરીને કહી સંભળાવ્યો. અગડદત્તના મનમાં પણ પોતે જ વસી છે. એ જાણીને મદનમંજરીને કાંઈક શાંતિ થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org