________________
શ્રી અગડદત્ત રાસમાલા
1111
આખાય નગરમાં ચોરે ને ચૌટે અગડદત્તની જ વાતો થવા લાગી “શું અગડદત્તની શીયર્તા? કેવું સાહસ? ચતુરાઈની તો વાત જ ન થાય!'...
રાજા અગડદત્તના ગુણોથી રંગાયો જ હતો. એમાં પણ સમગ્ર નગર માટે માથાનો દુઃખાવો બની ગયેલા ચોરને ચતુરાઈથી અગડદત્તે પરાસ્ત કર્યો ત્યારે તો અગડદત્ત રાજાના હૈયામાં વસી જ ગયો.
રાજા અગડદા પર એટલો ઓવારી ગયો કે બીજા જ દિવસે રાજસભામાં જાહેરાત કરાવી.
“આપણા નગરને તસ્કરના ત્રાસથી મુક્ત કરનાર ભડવીર કુમાર અગડદત્તના હાથમાં મહારાજા પુત્રી કમલસેનાનો હાથ આપવાના છે.”
યોગ્ય મુહુર્તે લગ્ન લેવામાં આવશે.” સમગ્ર સભાજનોએ ઊભા થઈ મહારાજાના નિર્ણયને તાળીઓના ગળગળાટથી વધાવી લીધો. રાજાએ જ્યોતિષિઓ તેડાવી જોશ જોવડાવ્યા. નજીકમાં નજીકનું મુહુર્ત કાઢજો.” જી મહારાજ!”
ગ્રામેળ, રાશિમેળ કરી મુહુર્ત નક્કી કરવામાં આવ્યું ને શુભ દિવસ પણ જાહેર કરાયો. એ શુભ દિવસ આવી પહોંચ્યો ને આખાય નગરમાં રાજાએ સુગંધી જળનો છંટકાવ કરાવ્યો. ઘેર ઘેર તોરણ બંધાવ્યા. રંગોળીઓ પૂરાઈ. ઠેરઠેર માંચડા બંધાયા. નટો, વિદૂષકો, ગવૈયાઓ વગેરેને પોતાની કળા બતાવવાનો અવસર મળ્યો. ઢોલ, નિશાનને શરણાઈના મધુર નાદથી વાતાવરણ ગુંજી રહ્યું. નગરમાં અકાળે કૌમુદી ઉત્સવ આવ્યો.
શુભ દિવસે, શુભ મુહુર્તે લગ્ન મંડાયા. રંગે ચંગે લગ્ન વિધિ થઈ. મહારાજાએ દિકરી-જમાઈને દિલ ભરીને આશિષ આપ્યા. જમાઈને બાથમાં ભીડ્યો. બન્નેને શીખ આપી અને ભેટ તરીકે હજાર ગામ, હજાર શ્રેષ્ઠ ગજેન્દ્ર, દશ હજાર જાતિવંત અશ્વો, એક લાખ સૈનિકો અને વિપુલ ધન-સમૃદ્ધિ આપી. મહારાજાએ અગડદત્તને રહેવા અલગ મહેલ આપ્યો.
કમલસેના અને અગડદત્ત બને રૂપવાન, અને બન્ને ગુણવાન, જોનારને કામદેવ અને રતિની જોડી યાદ આવી ગઈ. કોઈકને વિષ્ણુ અને લક્ષ્મી આવ્યાનો સંશય થયો ને કોઈને તો સાક્ષાત્ ઈન્દ્રઈન્દ્રાણી બેઠા હોય એવું લાગ્યું.
અગડદત્ત કમલસેનાને લઈ ક્યારેક ઉદ્યાનમાં વિહરે છે. તો ક્યારેક વાવડીઓમાં જલક્રીડા કરવા પહોંચી જાય છે. છતાં ય....
લખલૂટ સંપત્તિની છોળો ઉછળે છે. અને રાજપુત્રી કમલસેના જેવી રૂપવતી અને ગુણીયલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org