________________
110
અગડદત્ત કથા
વીરમતી વધુ કાંઈ બોલે તે પહેલા તો ખૂણામાં છુપાયેલો અગડદત રૌદ્ર રૂપ ધારણ કરી પ્રગટ થયો. વીરમતીનો ચોટલો પકડીને ગજર્યો.
“મને મારવા આવી હતી?” કાન ખોલીને સાંભળી લે.” તારો ભાઈ પણ મને ન મારી શક્યો. તું તો શું મને મારવાની હતી?”
કુમારનું વિકરાળ સ્વરૂપ અને સત્તાવાહી કરડાકીથી પેલી તો થર-થર કંપવા લાગી. તેને લાગ્યું કે “ખરેખર! સકંજામાં આવી ચૂકી છું.”
એક વાત યાદ રાખજે, હું ક્ષત્રિયનો બચ્યો છું. ખાનદાની મારી નસેનસમાં લોહીની જેમ વહે છે. સ્ત્રી સમજીને તને મારતો નથી. બાકી તો મારી આ તલવાર!'.
આટલું કહીને જ્યાં કુમારે તલવાર ઉગામી ત્યાં વીરમતી પગમાં પડી અને રડતી રડતી કરગરી. હું તમારા શરણે છું, મને અભય આપો.” ‘ભાઈ કોને વહાલો ન હોય? હું તો ભાઈના સ્નેહને વશ જ તમને મારવા પ્રેરાઈ, મને માફ કરો.”
અગડદત તેની કરૂણ સ્વરે થતી એક પણ આજીજી સાંભળવા તૈયાર નથી. ચોટલો પકડી ભૂમિગૃહમાંથી બહાર કાઢી અને નગરમાં લઈ જઈ સીધી રાજા સમક્ષ હાજર કરી દીધી.
“અરે! અગડદત્ત આ શું? ચોરને બદલે આ અબલાને અહીં લઈ આવ્યો?
રાજ! આને અબલા ન કહેશો આ તો આખા નગરને લુંટનાર ભુજંગમ ચોરની બહેન વીરમતી છે.”
અને, અગડદતે રાત્રે બનેલ અથથી ઇતિ સુધીની સમગ્ર ઘટના કહી સંભળાવી. અગડદાના શૌર્ય, સાહસ અને ચતુરાઈ પર મહારાજા અને સમગ્ર સભાજનો ઓવારી ગયા.
કેટલાકના તો મગજમાં આખોય પ્રસંગ બનાવટી લાગવા માંડ્યો. પણ અગડદત્તે તો રાજા સહિત બધાને જ્યાં રાત્રે ચોરી કરી હતી. તે શ્રેષ્ઠીનું મકાન અને પેલા નિર્ધન માણસોના મૃતદેહ બતાવ્યા. ત્યાર પછી સહુને ઉતાવળ તો ભૂમિગૃહ જોવાની હતી, થોડીવારમાં, અગડદા રાજા વગેરે સર્વને ભૂમિગૃહ પાસે લઈ આવ્યો. અંદર રહેલી અઢળક સંપત્તિ જોઈ બધા ખૂબ જ વિસ્મિત થયા.
રાજાએ પણ આજ્ઞા ફરમાવી “અત્યાર સુધીમાં જેની જેની પણ માલમત્તા ચોરાઈ છે. તે બધા જ પોતપોતાની કિંમતિ ચીજ-વસ્તુઓ લઈ જાય.”
બધા એ પોતાની વસ્તુઓ લઈ લીધા પછી જે ઘન બચ્યું તે રાજાએ અગડદત્તને આપ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org