________________
શ્રી અગડદત્ત રાસમાલા
109
મારે એની સાથે એના ભાઈની જેમ જ વર્તવું પડશે. આમ વિચારી અગડદત્ત પલંગમાંથી ઊભો થઈને ખૂણામાં જઈ ઊભો રહ્યો.”
પળ બે પળ થઈ ત્યાં તો પલંગની બરોબર ઉપર પહેલેથી જ યંત્રશીલા ગોઠવેલી હતી, વીરમતીએ ઉપર જઈને યંત્રની સાંકળ ખેંચી અને તરત એ મોટી શિલા પલંગ પર પાડી, પલંગના ચૂરેચૂરા ઉડી ગયા. અગડદત્ત તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. પત્ની બનવા તૈયાર થઈ ગયેલી રૂપવાન સ્ત્રી પર પણ અવિશ્વાસ કર્યાનો આનંદ થયો.
વીરમતી પણ રાજીની રેડ થતી થોડીવારમાં ત્યાં આવી અને તાલી પાડી બોલી. “હા, હા, હા! મારા ભાઈનો હત્યારો મરી ગયો.” બિચારો ભાઈની હત્યા કરીને મને પરણવા આવેલો હાશ! મે તો મારા ભાઈના હત્યારાને માર્યો તેનો મને આનંદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org