________________
108
અગડદત્ત કથા
વીરમતી એ પોતાની ચિંતા વ્યક્ત કરી. તમે?”
અગડદને પેલી તલવાર તેના હાથમાં આપી. વીરમતી બધું જ સમજી ગઈ, પોતાના ભાઈના મૃત્યુનું દુઃખ હૈયામાં જ દબાવી તે બોલી.
“ઓહ! તો તમે જ હવે મારા ભાઈની સંપત્તિના માલિક છો. તમારાથી મારે કશું જ છુપાવવાનું નથી”.
એટલું બોલી તે અગડદત્તને અંદર લઈ ગઈ. પથ્થરની મોટી શિલાથી ભૂમિગૃહનું દ્વાર પાછું બંધ કરી દીધું.
બન્ને અંદર પ્રવેશ્યા. સળગતી મશાલના અજવાળામાં અગડદતે ચારે બાજુ ધનના ઢગલા જોયા ને પૂછ્યું.
આ બધું ધન હવે મારું?” ને હું પણ પેલી સ્ત્રી હસી.
અગડદા તો તેના રૂપમાં પહેલેથી જ પાગલ બની ચૂક્યો હતો. એટલે કાંઈ પણ કહેવાનો અવકાશ જ ન હતો.
વીરમતીએ અગડદત્તનો હાથ પકડ્યો અને તેના ઉપર ખૂબ પ્રેમ હોય તેમ વર્તવા લાગી.... વિશાલ ભોંયરામાં અગડદત્તને બધું જ દેખાડ્યા પછી એક ખંડ પાસે લઈ આવી.
તમે હવે ખૂબ થાક્યા હશો. આ શયનાગાર છે. એમાં તમે આરામ કરો. પછી આપણે નિરાંતે વાતો કરીશું.”
અગડદત્ત શયનાગારમાં પ્રવેશ્યો. અંદર સુંદર મજાનો પલંગ સજાવેલો હતો. અગડદત્તનું અંગે અંગ થાકથી કળતું હતું. આંખ ઊંઘથી ભારે થઈ ગઈ હતી. દિપકના સુગંધી તેલથી વાતાવરણ મઘમઘતું હતું. વીરમતી અગડદત્તને સુવાડી મધુરસ્મિત રેલાવતી બહાર નીકળી, બારણું આડું કરતા બોલી.
સુખેથી આરામ કરજો, અહીં કોઈ જ ભય નથી. આપના માટે ચાદર લઈને હું થોડી જ વારમાં આવું છું.' તેના ગયા પછી અગડદત્તના મનમાં વિચાર ઝબક્યો.
“શું ખરેખર આને મારા પર પ્રેમ હશે?”
‘ભાઈના હત્યારા પર એકાએક આટલો પ્રેમ અને કોઈ પણ જાતની પાક્કી તપાસ વિના જ મને સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર થઈ જાય?'
આમ પણ સ્ત્રી પર એકદમ વિશ્વાસ તો ન જ મૂકી દેવાય અને એમાં આ તો ચોરની બહેન!”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org