________________
શ્રી અગડદત્ત રાસમાલા
107
ચોર તો એક વખતના ગરીબડાને બિચારા દેખાતા નવયુવાનનો મર્દાનગીભર્યો પડકાર સાંભળી છક્ક થઈ ગયો.
ચોર યુદ્ધ માટે સજજ થવા ગયો. ત્યાં તો અગડદત્તે પોતાની પાસે રહેલી અજોડ શસ્ત્રકલા અને સામર્થ્ય કામે લગાડ્યા. તેણે વિજળીની ત્વરાથી પોતે શીખેલો તરુપતન નામનો પ્રહાર કરી ચોરની જંઘા છેદી નાખી. ચોર ધબાક દઈને નીચે પડ્યો. લોહીથી ખાબોચિયું ભરાવા લાગ્યું.
તેને કાંઈ વિચારવાનો સમય જ ન મળ્યો. પોતાની અંતિમ ઘડી નજર સામે જોઈને ચોરે અગડદતને કહ્યું.
“નરોત્તમ! નવયુવાન! હું તારા સામર્થ્ય અને પરાક્રમથી ખુશ થયો છું. તું સાહસ અને શૈર્ય પરથી જ ઉત્તમ કુળનો છે. એ જણાઈ આવે છે... હવે મારે જીવવાની કોઈ આશા રહી નથી. મારે મારી બેન અને ધનસંપત્તિને અનાથ નથી છોડવા, માટે મારી એક વિનંતી છે, જો તું સ્વીકારે તો'..
જરૂર જણાવો.”
હું ભુજંગમ નામનો ચોર છું. અહીંથી થોડે આગળ જતા શ્મશાનના પશ્ચિમ ભાગમાં એક વિશાળકાય વટવૃક્ષ છે. તેની નીચે મારું ભૂમિગ્રહ છે. તું વટવૃક્ષ પાસે જઈ મોટેથી વીરમતીના નામથી સાદ આપીશ એટલે મારી બહેન ભૂમિગૃહનું દ્વાર ખોલશે. તેને તું આ મારી તલવાર આપજે, એ બધું જ સમજી જશે. તું મારી અખૂટ સંપત્તિ અને કુંવારી બહેનનો સ્વામી બનજે. મારી બહેનને ખૂબ સાચવજે..
ભુજંગમથી હવે વધુ બોલી શકાય એમ ન હતું. છેલ્લે તુટતા અક્ષરે ‘મને.. અ... ગ્નિ.. દા. હ... આપ... જે'... એટલું બોલ્યો. અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું.
ચોરનું રહેવાનું સ્થાન જાણી અગડદત્ત આશ્ચર્યચકિત થઈ ગયો. ભુજંગમને અગ્નિદાહ આપી પશ્ચિમ દિશાના વટવૃક્ષ પાસે પહોંચ્યો અને સાદ કર્યો.
વીરમતી!'..
વીરમતી પણ ભાઈના આગમનની રાહ જોતી હતી. ભાઈ આવી ગયો, એમ સમજી ભોંયરાનું દ્વાર ખોલ્યું. અજાણ્યા પરુષને જોઈ તેને આશ્ચર્ય થયું. પરંતુ, તેનાથી વધુ આશ્ચર્યમુગ્ધ તો અગડદત્ત
બન્યો..
અરે! આ મનુષ્યલોકની સ્ત્રી છે કે દેવલોકની અપ્સરા!” “આ પાતાલકન્યા તો નથી ને?' મને તો આ સાક્ષાત્ કામદેવની પત્ની રતિ જ જણાય છે'. અગડદત્તની વિચારધારા લાંબી ન ટકી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org