________________
106
અગડદત્ત કથા
સાથે ચાલતો-ચાલતો નગરની બહાર નીકળી ગયો. ચોર બધાને એક નિર્જન સ્થાનમાં લઈ આવ્યો.
‘રાત બહોત હો ગઈ હૈ, ભાર ઉઠા ઉઠા કે થક ભી ગયે હૈ, થોડી દેર યહાં આરામ કરલેં, ફીર ઉઠ કે બટવારા કરલેંગે...'
પેલા નિર્ધન માણસો તો આખો દિવસ કામ કરીને થાક્યા પાક્યા જ હતા. એટલે આ પ્રસ્તાવ તો તેમને શિરાની જેમ ગળે ઉતરી ગયો. બધાએ સંમતિ દર્શાવી. આમેય ખરીદીને જ લાવેલા હતા. કહ્યા પ્રમાણે જ કાર્ય કરવાનું હતું. વિચારવાનું તો અગડદત્તને જ હતું.
આ ચોરોનો તો ક્યારેય ભરોસો ન કરાય, કોને ખબર છે આની પાછળ એણે કેવા પેંતરા રચ્યા હોય?”
પરંતુ હમણા તો મૂળ સ્વરૂપે પ્રગટ કરવાનો અવસર દેખાતો ન હતો એટલે અગડદત્ત પણ બધાની ‘હા’ માં “હા' ભેળવી દીધી.
જંગલના નિર્જન સ્થળમાં ને રાત્રિની નિરવ શાંતિમાં બધાય પોઢી ગયા, જાગનાર હતા માત્ર અગડદત્ત અને ચોર.
ચોરે સૂઈ જવાનો ડોળ કર્યો, અગડદત્ત પણ થોડે દૂર વૃક્ષ નીચે કપટ નિદ્રાથી આડો પડ્યો હતો....
થોડો સમય વીત્યો ત્યાં અગડદત્તને વિચાર આવ્યો, “મારે જાગતા જાગતા પણ અહીં સૂઈ રહેવું યોગ્ય નથી.” તરત જ ઊભા થઈ અગડદને પોતાના શરીર જેટલા પ્રમાણનો માટીનો ઢગલો કર્યો. ઉપર પોતાનું ઉત્તરીય પાથરી દીધું. જોનારને તો એમ જ લાગે કે કોઈ માણસ સૂતો હશે. જરા પણ અવાજ થાય નહીં એ રીતે ઝડપથી વૃક્ષ પાછળ છુપાઈ ગયો. હવે તેનું ધ્યાન સતત ચોર પર જ હતું.
થોડીવાર પછી ચોર ઉઠ્યો અને તલવાર હાથમાં લીધી, કુમાર એકદમ સાવચેત બની ગયો.
એકદમ નિર્દયતાથી અને નિઃશંકપણે એક માણસના ગળા પર તલવાર વીંઝી, પેલો માણસ ઊંઘમાં ને ઊંઘમાં જ સદા માટે સૂઈ ગયો. એક ને માર્યો ને સંતોષ ન થયો હોય તેમ તેણે તો બીજાને, ત્રીજાને વારાફરતી બધાને યમસદન પહોંચાડતો ગયો. અગડદર તો સ્તબ્ધ બની ગયો. બધાને માર્યા પછી છેલો વારો કુમારનો હતો. વૃક્ષ પાસે આવી વસ્ત્ર પર જોરથી તલવાર વીંઝી પણ આ શું? ચોર સમજી ગયો. “નક્કી આ રહસ્યભેદી નરબંકો હશે!..' ત્યાં જ કુમારે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું.
“રે દુષ્ટી અધમ! કાયર! સુતેલાને મારવામાં શું તારી શુરવીરતા? “અરે પાપી! નિર્દોષના પ્રાણ લેતા પણ અચકાતો નથી? નવી માનું દૂધ પીવાની ઈચ્છા હોય તો આવી જા મારી સામે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org