________________
શ્રી અગડદત્ત રાસમાલા
105
ત્રિદંડ જૂદું કર્યું અને અંદરથી તલવાર કાઢી, નગર તરફ પગ માંડ્યા. અને અગડદત્તને પણ પોતાની પાછળ ચૂપચાપ ચાલ્યા આવવા ઈશારો કર્યો.
બન્ને પહોંચ્યા નગરમાં, કોઈ શ્રેષ્ઠીના મકાન પાસે આવીને મકાનના પાછલા ભાગમાં શ્રીવત્સ આકારનું ખાતર પાડ્યું. ચોરની નીડરતા અને કશુળતા જોઈ અગડદત્ત આશ્ચર્યમાં ડૂબી ગયો. ચોરે હાંકલ મારી “ચલ અંદર.”
બન્ને અંદર ગયા. જોગીને શ્રેષ્ઠીના ઘરની રજેરજની જાણ હતી. ધનભંડારમાં જઈને હળવેથી વજનદાર પેટીઓ ઉપાડી. ચોર આજ ખુશ હતો. એને એના જેવો જ હટ્ટ-કટ્ટે મજબૂત માણસ મળી ગયો હતો. બન્ને ઊંચકી શકે એના કરતા પણ વધુ પેટીઓ ઉઠાવી ઉઠાવીને બહાર લાવ્યા...
અગડદતે પોતાનો વિચાર રજૂ કર્યો.
આ આપણે બે જણા લઈ કેવી રીતે જઈશું?” “તું યહાં ધ્યાન રખ કર બૈઠ, મેં આતા હું...” “ક્યાં જાઓ છો?”
દેવકુલમેં, વહાં સે દૂસરે આદમી કો લેકર આતા !” ચોર દેવકુલમાં ગયો. ત્યાં સૂતેલા નિર્ધન માણસોને લાલચ આપીને લઈ આવ્યો..
“ચલો યે સબકુછ ઉઠાલો.” જવાનું છે ક્યાં?” મેં જહાં જાઉં, મેરે પીછે પીછે ચલે આઓ....” અગડદત અને પેલા ભાડૂતી માણસો તેની પાછળ પાછળ ચાલ્યા. આને તો તલવાર કાઢી હમણાં જ મારી દઉં?” અગડદત્તના મનમાં વિકલ્પ ઊભો થયો.
“ના, ના ઉતાવળ કરવા કરતા એ જોઉં તો ખરો. આટલું બધું લઈને આ જાય છે ક્યાં? ને કોના માટે લઈને જાય છે? આનુંય રહેવાનું કોઈ ઠેકાણું તો હશે જ. એના બીજા સાથીઓ પણ હોવા જોઈએ. કદાચ કોઈ ન હોય તો પરીવારમાં કોઈક તો હશે જ ને?'
મારે એના ઘર સુધી પહોંચવું જ જોઈએ. તેના વંશનો ઉચ્છેદ કરી નાખવામાં આવે તો જ નગર ચોરીના ત્રાસથી મુક્ત થાય.”
મનથી આવા સંકલ્પ-વિકલ્પ કરતો કરતો અગડદત્ત ચોર અને પેલા નિર્ધન ભાડુતી માણસોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org