________________
104
અગડદત્ત કથા
જે નારણ બાપુ!' ‘નમો નારાયણ બેટા! ક્યા હૈ? ક્યોં ઐસા ગુમસુમ બેઠા છે?” “બાપુ! ગરીબ છું.” જોગીએ એની આંખમાં ભૂખ પારખી કહ્યું.
ક્યા માંગતા?'
માંગતા તો સબ કુછ બાપુ... ખાવાનાય સાસા છે. આપના જેવા માત્માની અમી નજર થાય તો બેડો પાર થઈ જાય એમ સાંભળ્યું છે. આપ તો સિદ્ધ માત્મા લાગો છો.
કહો તે સેવા કરું આપની, બાપુજી! મને બે પાંદડે કરો તો!” અચ્છા-અચ્છા બેઠો! કરતા હૈ ક્યા?” બાપુ! માત્મા પાસે શું ખોટું બોલું? નાની મોટી ચોરી કરું છું'. ચોરી કરતા હૈ?' પાપી પેટ માટે કરવું પડે છે.” રહેતા હે કહાં?' કોઈ ઠેકાણું નથી બાપજી! રાત્રે નગરમાં ભટકું છું ને દિવસે આ જંગલમાં.” પણ બાપજી, કાંઈ કરો તો સુખના દા'ડા દેખું..” અગડદત્ત આટલું બોલી બાવાજીના પગમાં પડ્યો. જોગીએ અગડદત્તના શરીર પર નજર ફેરવી લીધી. માણસકામમાં આવે એવો છે. એવું લાગતાકહ્યું.
હમ રાતકો એસી સિદ્ધિ દંગા કિ તુમ બહુત ધન પા સકોગે!” અગડદા તો રાજી-રાજી થતો બાવાજીના પગ દબાવવા લાગ્યો.
હિંમત છે?' “આપ જે કહો તે કરવા તૈયાર છું બાપુ.” “ઘર તોડના પડેગા.” તૈયાર છું.”
આ વાતો ચાલતી હતી તેટલામાં સૂર્ય પોતાની પ્રકાશલીલા સમેટી ગાઢ નિદ્રામાં પોઢી ગયો. ઘનઘોર અંધકારે જગતને ઘેરી લીધું.
જોગી ઊભો થયો. તેણે પોતાનો વેશ સમેટી લીધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org