________________
102
વિચારમાં ને વિચારમાં નગરમાં ફરતા ફરતા સાતમો દિવસ પણ પસાર થવા આવ્યો.. તેનો ચહેરો ફાળ ચૂકી ગયેલા સિંહની યાદ અપાવતો હતો. તેની હાલત વિદ્યાથી ભ્રષ્ટ થઈ ગયેલા વિદ્યાધર જેવી થઈ ગઈ. સંધ્યા સમયે નગરની બહાર થોડે દૂર જઈને એક આંબાના વૃક્ષ નીચે માથે હાથ દઈને બેઠો. ઢળતી સંધ્યાના આછા પ્રકાશમાં પણ અગડદત્તના મનમાં અંધકાર છવાઈ ગયો. એ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો.
‘મારે આવી ઘોર પ્રતિજ્ઞા કરવાની જરૂર જ ક્યાં હતી?’
‘ઉતાવળમાં વગર વિચાર્યે ખોટો નિર્ણય કરી લીધો.’
‘સાત દિવસ પૂરા થઈ ગયા.
કયા મોઢે લોકોની સામે જાઉં?’
‘લોકો શું કહેશે?
મોટા ઉપાડે પ્રતિજ્ઞા લીધી હતી. હવે ક્યાં ગઈ તારી મર્દાનગી?'
‘અને આમેય અગ્નિમાં પ્રવેશ કરીને આમને આમ જીવતર ખોઈ દેવું તો યોગ્ય જણાતું નથી.’
‘તો શું પરદેશ ચાલ્યો જાઉં?’
કે પિતા પાસે પાછો ચાલ્યો જાઉં?’
કે પછી મદનમર્જરીને લઈને ક્યાંક ભાગી જાઉં?’
‘ના, ના કુલવાન પુરુષોને તો આ ન શોભે.’
‘એકવાર વચન સ્વીકાર્યું તે સ્વીકાર્યું.’
‘તેનું પાલન કોઈ પણ ભોગે થવું જ જોઈએ.’
‘વચન પાલન ન થાય તો જીવતર પણ શા કામનું?'
અગડદત્ત કથા
અગડદત્તના મનમાં વિકલ્પમાલા ચાલી રહી હતી ત્યાં જ કોઈનો પગરવ સંભળાયો... એ તરફ નજર નાંખી અને જોયું તો... એક જોગી પોતાની તરફ જ આવી રહ્યો છે.
તાડ જેવી ઊંચાઈ, મજબૂત બાંધો, ભગવા વસ્ત્ર, હાથમાં કમંડલું ને ત્રિદંડ, શ્યામવર્ણ, કસાયેલી ભૂજા, માથે જટા, ત્રિપુંડ તાણેલું કપાળ, લાલધૂમ આંખો, લાંબી દાઢી-મૂછો, વિશાળ છાતી, દીર્ઘ જંઘા, પગની પીંડીઓ પણ કસાયેલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org