________________
શ્રી અગડદત્ત રાસમાલા
101
મહારાજા પણ ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા. “શું મારા રાજ્યતંત્રમાં એક ચોરને પકડવાનું પણ સામર્થ્ય નથી?”
અગડદત્ત મહારાજાની ચિંતા પારખી ગયો. તેણે મહારાજાને વિનંતી કરી. “રાજ! આપ આજ્ઞા આપો તો હું ચોરોને પકડી લાવું.”
કુમાર! લોકો કહે છે એ પ્રમાણે ચોર બહુ બળવાન અને સાથે બુદ્ધિમાન પણ લાગે છે.”
આપ ચિંતા ન કરો..... હું સાત દિવસમાં એને આપની સમક્ષ હાજર કરીશ.” અગડદત વધુ મક્કમ સ્વરે બોલ્યો. “સાત દિવસમાં જો એને પકડી નહીં શકું તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ એ પ્રતિજ્ઞા
કુમારની પ્રતિજ્ઞા સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. નગરના ચોરેને ચૌટે એક જ ચર્ચા ચાલી રહી છે.
જે ચોરને પકડવા આપણા કોટવાલો, સિપાઈઓ અરે ખુદ મંત્રીશ્વર પણ નિષ્ફળ ગયા છે. એ ચોરને આ કુમળો કુમાર શું પકડી શકવાનો?”
ઘણીવાર ન ધાર્યું પણ થઈ જતું હોય છે.” પ્રતિજ્ઞા સાંભળી હતી ને? એના અવાજમાં શૌર્યનો રણકાર હતો!” કેવી પ્રતિજ્ઞા કરી? સાત દિવસમાં નહીં પકડું તો અગ્નિમાં પ્રવેશ?” “પ્રભુ એને શક્તિ આપે.' હા, હા ચોર પકડાઈ જાય તો નગરમાં શાંતિ થાય.”
આ બાજુ અગડદને વિચાર્યું. “રોજ રોજ અવનવી મોટી મોટી ચોરીઓ થાય છે. એટલે ચોર નગરમાં જ દિવસભર કોઈ છૂપા વેશે ફરતો હશે, ને ચોરી કરવાની યોજના ગોઠવતો હશે.”
“ધૂતશાળા, મદ્યની દુકાન, મઠ, ધર્મશાળા, વેશ્યાના કોઠાઓ, શૂન્યગૃહ, દાસીગૃહ, નિર્જન મંદિરો, શ્મશાન, કંદોઈની હાટડીઓ વગેરે એવા સ્થળો છે કે જ્યાં ચોર પોતાની જાતને છુપાવી શકે.”
અગડદત છ દિવસ સુધી જુદા જુદા વેશ પલટા કરીને એ બધા સ્થાનોમાં ફરી વળ્યો. પરંતુ ચોરને પકડવાની કોઈ કડી હાથમાં આવી નહીં.
છ-છ દિવસ પસાર થઈ ગયા. ઘણાં ઘણાં પ્રયત્નો કર્યા. બધી જ યુક્તિ-પ્રયુક્તિઓ યોજાઈ ગઈ. કલા-કૌશલ્ય, ચતુરાઈ બધુ જ કામે લગાડી દીધું. પરંતુ ચોરનો ક્યાંય પત્તો લાગતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org