________________
100
‘મહારાજાનો જય હો!.. વિજય હો!..’
‘પધારો મહાજન! આપનું સ્વાગત છે.' મહારાજાએ મહાજનનો ઉચિત સત્કાર કર્યો. અને ઉચિત આસને બેસાડ્યાં.
અગડદત્ત કથા
‘કેમ, કુશલ-ક્ષેમ છે ને?’
‘રાજ! આપ જેવા પરાક્રમી અને પ્રજાવત્સલ રાજા હોવા છતાં પ્રજા આજે દુઃખી છે.’
અચાનક આવી વાત સાંભળી રાજાને તો એકદમ આઘાત લાગ્યો.
‘શું મારી પ્રજા દુઃખી? કોણ છે દુઃખી કરનાર?’
‘આપણા નગરની સમૃદ્ધિની દેવો પણ ઈર્ષા કરતા હતા. પરંતુ, રાજન! હવે આપણી નગરી ગરીબના ઘર જેવી થઈ ગઈ છે.’
‘શું કહો છો? માંડીને વાત કરો તો સમજાય!'
કોઈ ચોરે નગરીમાં ઉપદ્રવ ફેલાવ્યો છે. રાત્રિના સમયે શ્રેષ્ઠીના ઘર ખાલી કરી જાય છે આજનો શ્રેષ્ઠી આવતી કાલનો રોડપતિ થઈ જાય છે. કોઈ એને પકડી પણ શકતું નથી.’
મહારાજાનો ચહેરો ક્રોધથી લાલઘુમ બની ગયો.
‘ક્યાં છે નગરરક્ષકો? હમણાને હમણા હાજર કરો?'
નગરરક્ષકોને રાજા સમક્ષ લાવવામાં આવ્યા.
‘આ હું શું સાંભળું છું? તમે હોવા છતાં નગરી લુંટાઈ રહી છે. શું કરો છો તમે?’
‘મહારાજા! માફ કરો. અમે ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ, આ ચોર કોઈ પણ હિસાબે પકડાતો નથી. ગમે તેવો ચુસ્ત પહેરો હોવા છતાં એ ક્યાંથી આવે છે અને ક્યાં જતો રહે છે? તે ખબર પડતી નથી.’
રક્ષકોનો ઉત્તર સાંભળી રાજાના મુખ પર ક્રોધ અને વિષાદ બન્ને એક સાથે દેખાવા લાગ્યા. મંત્રીશ્વર! શું આપે આ બાબતમાં કોઈ પગલા લીધા?’
‘મહારાજા! હું પણ મારી બધી યુક્તિ-પ્રયુક્તિઓ લગાડી ચૂક્યો છું. આપણા નિષ્ણાત ગુપ્તચરોને પણ કાર્યમાં જોડ્યા. પણ એ બધું નિષ્ફળ પુરવાર થયું છે!
અત્યાર સુધી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ સ્વસ્થતાપૂર્વક માર્ગ દેખાડનાર મંત્રીશ્વર પણ કિંકર્તવ્ય મૂઢ બની ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org