________________
શ્રી અગડદત્ત રાસમાલા
99
મુક્કાઓ મારી મારીને ગોળ-ગોળ ફરાવીને થકવી દીધો. જ્યારે હાથી બરોબર થાકેલો લાગ્યો કે તરત જ એક મોટો કુદકો લગાવી પૂછડી પકડી ઉપર ચડી ગયો અને કુંભ-સ્થલ પર જોર જોરથી પ્રહારો કર્યા. હાથી બરાબર સકંજામાં આવી ગયાં પછી અગડદત્ત તેના ઉપર જ સવાર થઈ ગયો. હાથીને પાછો હસ્તિશાળામાં આલાન-સ્થંભ પાસે લઈ ગયો અને બાંધી દીધો.
દૂર-દૂર મહેલના ગવાક્ષમાં બેઠેલા રાજાની નજરથી આ આખીય રોમાંચક અને પરાક્રમભરી ઘટના છાની ન રહી, નગરજનો તો હર્ષના અતિરેકમાં જય-જયકાર કરવા લાગ્યા.
મહારાજાએ અગડદત્તને તુરત જ મહેલમાં બોલાવ્યો. આખુય ગામ આવા પરાક્રમી અને કલાકુશલ યુવાનના દર્શને ઉમટ્યું. મહારાજા તો અગડદત્તના પરાક્રમ ચતુરાઈ અને કલાકૌશલ્ય પર ઓવારી જ ગયા હતા. અગડદત્ત ઉપાધ્યાયને લઈને રાજમહેલે પહોંચ્યો. અગડદત્ત ચરણે નમવા જાય છે ત્યાં જ મહારાજા તેને ભેટી પડ્યા.
વાહ યુવાન! વાહ તારા પરાક્રમ અને કલા કૌશલ્ય અદ્ભુત છે. મારા નગરમાં પણ આવા નવયુવાન છે એ જાણી મારી છાતી ગજ ગજ ફૂલે છે. જે હાથીને પકડવા મહાવતો પણ પાછા પડ્યા. તેને કેટલી સહેલાઈથી તે વશ કર્યો?
અદ્ભુત... અદ્ભુત” લોકોમાંથી અવાજ આવ્યો. યુવાન! તારો પરિચય તો મને આપ. તું કઈ કઈ વિદ્યાઓ અને કલાઓમાં પારંગત બન્યો છે?, એ અમને જણાવ...”
અગડદત્ત મૌન રહ્યો ત્યાં જ પવનચંડ ઉપાધ્યાયે રાજાને ઉત્તર આપ્યો...... “રાજ! ગુણવાન પુરુષો સ્વમુખે સ્વની પ્રશંસા કરતા નથી.”
“તો આપ જ જણાવો આ યુવાન કોણ છે?” ઉપાધ્યાયે અથથી ઇતિ સુધીની બધી જ વાત જણાવી દીધી. અગડદત્તની કથની સાંભળીને રાજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
એક સમયનો ઉદ્ધત આટલો વિનયી બની શકે છે?.... માતા-પિતા અને આખાય નગરને ત્રાસદાયક આ કુમાર આજે મને અને મારા આખાય નગરને આનંદદાયક બન્યો છે.”
“ખરેખર! માનવ ધારે તે બધું જ કરી શકે છે.”
રાજા આ વિચારમાં ખોવાયેલાં હતાં. તેટલામાં મહાજને રાજસભામાં પ્રવેશ ક્યું. અને છે. રાજા સમક્ષ ભટણું ધર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org