________________
98
અગડદત્ત કથા
એક દિવસ અગડદા રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યાં અચાનક જ દૂરથી લોકોનો કોલાહલ સાંભળ્યો.
‘ભાગો-ભાગો” બચાવો-બચાવો’
લોકોની નાસભાગ થવા માંડી. ચારે બાજુથી થયેલા કોલાહલે વાતાવરણને ખૂબ ભયભીત બનાવી દીધું હતું. કુમારના મુખ પર પણ ચિંતાની રેખા ઉપસી આવી.
શું કોઈ શત્રુ રાજા ચઢી આવ્યો હશે?” શું કોઈ મોટી ચોરોની ટોળકીએ નગરમાં છાપો માર્યો હશે?”
પણ અગડદત્તને બહુ વિચારવાનો સમય રહ્યો જ નહીં, દૂરથી દુકાનોને તોડતો, જે નજરમાં આવે તેને ભાંગીને ભુક્કો કરી નાખતો અને મહાકાળની જેમ લોકો પર તૂટી પડેલો મત્ત હસ્તિ નજરમાં આવ્યો. દોડતો-દોડતો કુમારની દિશામાં જ આવી રહ્યો હતો. લોકોએ રાડો પાડી.
એ યુવાન! માર્ગમાંથી ખસી જા. રાજાનો પટ્ટડસ્તિ ગાંડો બન્યો છે. એ કોઈના વશમાં આવતો નથી. અત્યાર સુધીમાં એણે ઘણી ભાંગફોડ કરી નાખી છે અને એટલાથી અટકતો નથી કેટલાય લોકોને સૂંઢથી ઉછાળીને ફેકે છે. જલ્દી દૂર હટી જા, જો આવી જ ગયો છે.”
કુમારને અત્યાર સુધી શીખેલ વિદ્યાનું પારખુ કરી લેવાનું મન થઈ ગયું. ધસમસતા પૂરની જેમ સામેથી હાથી આવી રહ્યો છે. છતાં કુમાર એકદમ નિશ્ચિતપણે ઊભો છે. લોકોની બુમરાડ વધતી જ જાય છે.
એય! દૂર હટી જા, મરી જઈશ, ચકદાઈ જઈશ.’ પણ સાંભળે એ બીજા, હવે તો હાથી કુમારની એકદમ નજીક આવી ગયો.
હવે તો આ નમણું ફૂલ હમણાં જ ચકદાઈ જશે.”
જોનારાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પળ બે પળમાં સોહામણાં દેખાતા નવયુવાનનું મૃત્યુ નજર સામે દેખાય છે. પણ આ શું?. - કુમારે પોતાનું અદ્ભુત સામર્થ્ય દેખાડવાનું શરૂ કર્યું. હાથી નજીક આવતા જ કુમારે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હાથીની સામે ફેંક્યું. સીધું હાથીની આંખ પર પડ્યું. અત્યંત ચપળતાથી કુમાર હાથીની પાછળ ગયો. પૂરી તાકાતથી મુષ્ટિનો પ્રહાર કર્યો. એટલે હાથી કુમારને મારવા ઊંધો ફર્યો. કુમાર પણ હાથીની સાથે ગોળ ફર્યો. ફરીથી મુક્કો લગાવ્યો એટલે હાથી ફરી ગોળ ફર્યો. આ રીતે હાથીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org